વલસાડ જીલ્લામાં નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની સુરત વિભાગ સુરતના અધિક પોલીસ મહાનિર્દેશક પિયુષ પટેલ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદિપસિંહ ઝાલાની સુચના અને LCB PI વી. બી. બારડના માર્ગદર્શન મુજબ ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના કેસમાં વોન્ટેડ આરોપી અસીમ નીઝામમીયા શેખને ટ્રાન્સફર વોરંટ આધારે નવસારીથી કબજો મેળવી તપાસ હાથ ધરી છે.
પકડાયેલ બુટલેગર અસીમ શેખ મૂળ નવસારી જિલ્લાના ખેરગામનો રહેવાસી છે. જેની સામે નવસારી જિલ્લાના ખેરગામ પો.સ્ટે.માં IPC કલમ,376 (2) (N), 323, 504, 506 (2), 114 તથા પોકસો એકટ કલમ 8, 12 તથા આઇ.ટી. એકટ કલમ.66-4 મુજબનો ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હામાં નવસારી પોલીસે તેની ધરપકડ કરી નવસારી સબજેલમાં ધકેલી દીધો હતો.
આરોપી અસીમ સામે વલસાડ જિલ્લાના ડુંગરા, પારડી, ધરમપુર,નાનાપોંઢા,વલસાડ રૂરલ વગેરે પોલીસ મથકમાં દારૂની હેરાફેરીના કેસ નોંધાયા હતાં. અસીમ આ વિસ્તારનો કુખ્યાત વોન્ટેડ બુટલેગર હોય વલસાડ LCB એ નવસારી સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે તેનો કબજો મેળવી ઉપરોકત ગુના કામે અટક કરવામાં આવ્યો છે.
બુટલેગર અસીમ શેખ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ ઉપરાંત સુરત શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન, ખેરગામ પોલીસ સ્ટેશન, નવસારી રૂરલ, ચીખલી પોલીસ મથકના મળીને કુલ 18 જેટલા દારૂના ગુન્હામાં સંડોવાયેલ છે. જેમાં ડુંગરા સહિત વલસાડ જિલ્લાના પોલીસ મથકમાં તે વોન્ટેડ હતો, વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરી અને ગુજરાત નાણા ધીરનાર કરનારા અધિનીયમ 2011ની વિવિધ કલમ હેઠળ પણ તેની સામે ગુન્હા નોંધાયેલ છે.