વાપી નજીક દમણગંગા રેલવે બ્રિજ પર ટ્રેન અડફેટે મોત ને ભેટેલા એક અજાણ્યાં યુવકના શરીરના ટુકડાઓને બોરીઓમાં ભરીને PM માટે લઈ જવા પડ્યા હતાં. ઘટના અંગે મળતી વિગત મુજબ શુક્રવારે સાંજે 5:30 વાગ્યે વાપીમાંથી પસાર થતી સયાજી નગરી એક્સપ્રેસ વાપી દમણગંગા રેલવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન અડફેટે એક અજાણ્યા પુરુષનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટના બન્યા બાદ ટ્રેનના ડ્રાઇવરે વાપી રેલવે સ્ટેશને જાણકારી આપી હતી. રેલવે પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને લઈ આવવા વાપીના સેવાભાવી ઇન્તેખાબ ખાન ને જાણ કરી હતી. જો કે, વરસાદ અને અંધારાના સમયમા રેલવે બ્રિજ પર મૃતદેહના ટુકડા ફસાયેલ હતાં. જેથી તેને કાઢી શકવામાં મુશ્કેલી ઉભી થતી હોવાનું ધ્યાને આવતા બીજા દિવસે શનિવારે ઇન્તેખાબ ખાન અને તેમની સંસ્થાના સભ્યો એમ્બ્યુલન્સ લઈને મૃતદેહને લેવા ગયા હતાં. ટ્રેન અડફેટે આવેલ અજાણ્યા પુરુષ ના શરીરના ટુકડા થઈ ગયા હોય ક્ષત વિક્ષત મૃતદેહના કમકમાટી જન્માવે તેવા દ્રશ્યો હતા.
મૃતદેહ દમણગંગા રેલવે ઓવર બ્રિજ પર પીલ્લર નંબર 3 અને 4ની વચ્ચે લટકેલી હાલતમાં હતો. ઇન્તેખાબ ખાનના જણાવ્યા મુજબ શરીરનો અડધો ભાગ ટ્રેન નીચે કપાયા બાદ નદીમાં નીચે પડી ગયો હતો. બચેલા શરીરના ટુકડાઓ વેરવિખેર હતાં. માંસ ના લોચા પડ્યા હતાં. વરસર પણ વરસતો હોય વરસતા વરસાદમાં મૃતદેહના તમામ ટુકડા એકઠા કર્યા હતાં. તેને અલગ અલગ કોથળામાં ભરી વાપી ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફની હાજરીમાં એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતાં.
મૃતક અજાણ્યા પુરુષના કોઈ વાલી વારસ મળી આવ્યા નથી. મરનાર પુરુષ ના શરીર પર કાળા કલરનું ટીશર્ટ પહેરેલ હતું. જ્યારે ગ્રે કલરનું પેન્ટ હતું. જો કે, મૃતદેહના શરીરમાંથી માંસ ના લોચા બહાર નીકળી ગયા હોય તેમ શરીર પરના કપડાં પણ ફાટી ગયા હતાં. બચેલો શરીરનો ભાગ અર્ધનગ્ન અવસ્થામાં પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ શનિવારે ગીતા નગર નજીક રેલવે સ્ટેશન હદમાં પણ એક બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. જમીયત ઉલમાં વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને તેની ટીમે એ બિનવારસી મૃતદેહને પણ પોતાની એમ્બ્યુલન્સ માં ચલા PHC ખાતે PM માટે મોકલી માનવતાનું ઉદાહરણ પુરી પાડ્યું હતું.