Friday, January 31News That Matters

વાપીની બેંકમાં બનાવટી ચેક વટાવી નાણાં ઉપાડી લેવાનાં આરોપમાં ધરપકડ કરાયેલ બે આરોપીઓના જામીન મંજૂર

વાપીની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાંથી બોગસ ચેક આધારે અલગ અલગ એકાઉન્ટમાં 6 ટ્રાન્જેક્શન કરી કુલ 20,59,600 રૂપિયા ઉપાડી લઈ ફ્રોડ કરવાના કેસમાં પકડાયેલ 2 આરોપીઓના જમીન મંજુર કરવામાં આવ્યા છે. આ કેસમાં વાપીના નામદાર સેસન્સ કોર્ટ સમક્ષ તર્ક અને કેસ ના સબંધિત પુરાવા રજુ કરતા નામદાર સેશન્સ કોર્ટે એડવોકેટ હર્ષ એ. પટેલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી અજય ચંદ્રકાન્ત વારઘડે અને રાકેશ ક્રિષ્ના ગુરવને જામીન મંજુર કર્યાં છે.

વાપીના યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા M G માર્કેટ શાખા બજાર રોડ વાપીના બેંક મેનેજરે કોર્ટ મારફતે વાપી ટાઉન પોલીસ સ્ટેશનને ફરિયાદ આપી હતી કે તારીખ 9-11-2020 થી તારીખ 18-11-2020 દરમિયાન આરોપી અજય ચંદ્રકાંત વારઘડે (રહે. શાહપુર મહારાષ્ટ્ર), લબાના સુરેન્દ્રસિંગ માનસાસીંગ (રહે. હરિજનપાડા, ઉલ્લાસ નગર, મહારાષ્ટ્ર), સલાહુદ્દીન ડડન (રહે. સોન પૂરે, બારીહવા, ઉત્તર પ્રદેશ) અને રાકેશ ક્રિષ્ના ગુરવ (રહે જોગેશ્વરી ઇસ્ટ, મહારાષ્ટ્ર ) એ એકબીજાની મદદગારીથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ના ત્રણ જુદા જુદા ખાતા ઘારાકો ના બનાવટી ચેકો બનાવી તેમાં બનાવટી સહીઓ કરી એ ચેકો વાપી ની યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, M G માર્કેટ શાખા, બજાર રોડ માં વટાવી કુલ 20,59,600 રૂપિયાની છેતરપીંડી કરી છે.

આરોપીઓએ યુનિયન બેંક ઝાંસી ના ખાતાધારક સાવિત્રી દેવી ના ખાતામાંથી રૂ. 1,85,000, રૂ. 1,80,000 અને રૂ. 8,75,000 અજય ચંદ્રકાન્ત વારઘડે ના ખાતા માં અને 4,43,300 સલાહુદ્દીન ડડન ના ખાતા માં તથા બિંદાલ સેલ્સ કોર્પોરેશન ના ખાતા માંથી રૂ. 1,73,000 રાકેશ ક્રિષ્ના ગુરવના ખાતા માં અને રૂ. 1,99,300 લબાના સુરેન્દ્રસિંગ માનસાસિંગ ના ખાતા માં ટ્રાન્સફર કર્યાં હતા,

આમ કુલ રૂ. 20,59,600 ના જુદાજુદા બનાવટી ચેકો બનાવી તેમાં બનાવટી સહીઓ કરી રૂપિયા ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત કર્યો હોવાનો આરોપ મુકવા માં આવ્યો હતો. જેમાં આરોપી અજય ચંદ્રકાન્ત વારઘાડે અને રાકેશ ક્રિષ્ના ગુરવ ની વાપી ટાઉન પોલીસ દ્વારા ધરપકડ કરી વાપી કોર્ટ સમક્ષ રજુ કરી કાયદાકીય કાર્યવાહી કરેલ હતી.

જે કેસ માં પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કર્યાં બાદ આરોપીના એડવોકેટ તરફે હર્ષ એ. પટેલ દ્વારા વાપીના નામદાર સેસન્સ કોર્ટ સમક્ષ તર્ક અને કેસ ના સબંધિત પુરાવા રજુ કરતા નામદાર સેશન્સ કોર્ટ એ એડવોકેટ હર્ષ એ પટેલ ની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી અજય ચંદ્રકાન્ત વારઘડે અને રાકેશ ક્રિષ્ના ગુરવ ને જામીન મુક્ત કર્યાં.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં જે તે વખતે નોંધાયેલ ફરિયાદ આધારે વલસાડ પોલીસે 4 આરોપીઓ પૈકી અજય અને રાકેશની ધરપકડ કરી હતી. તેમના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતાં. જ્યારે અન્ય 2 આરોપીઓ સલાહૂદીન અને સુરેન્દ્રસિંગને વોન્ટેડ જાહેર કર્યા હતાં. પકડાયેલ આરોપીઓના હાલ જામીન મંજુર કરાવવામાં એડવોકેટ હર્ષ એ. પટેલની ટીમ સફળ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *