વલસાડ જિલ્લામાં સ્પા સંચાલક પાસે 5 લાખની ડિમાન્ડ કરનારા અને એક તબીબ પાસેથી 1.80 લાખ પડાવનારા ત્રણ કહેવાતા ખંડણી ખોર પત્રકારોના કારણે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચ્યો છે. ત્યારે, આ ખંડણીખોરો સામે વધુ ફરિયાદો થશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તો સાથે સાથે જે ટ્રસ્ટમાં તેઓ મહત્વના હોદ્દા પર રહેલા છે તે ટ્રસ્ટને મદદનીશ શ્રી ચેરિટી કમિશનર, વલસાડ દફતરે ચડાવશે કે કેમ તે સવાલ પણ હાલ ઉદ્યોગપતિઓ માં અને રાજકારણીઓમાં ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે.
ચર્ચાની એરણે ચઢેલાં તોડબાજ પત્રકારોનાં કરતુતોએ, જીલ્લાનાં અન્ય પત્રકારોની ઉંઘ હરામ કરી નાખી છે……..
વલસાડ જિલ્લા સહિત ગુજરાત ભરમાં તોડબાજીના નામે ચર્ચાની એરણે ચડેલા ખંડણીખોર ત્રિપુટી સામે વાપી ટાઉનમાં 2 અલગ અલગ ફરિયાદ નોંધાઇ છે. સ્પા સંચાલકના સ્પા પાર્લરમાં કોન્ડોમ મૂકી ખોટા સાક્ષી ઉભા કરી ફસાવી દેવાની ધમકી આપી વાર્ષિક 5 લાખ રૂપિયા પડાવવા નીકળેલી ત્રિપુટી સામે સ્પા સંચાલકે વાપી ટાઉનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે ક્લિનિકમાં સ્ટિંગ ઓપરેશન કરી 5 લાખની ડિમાન્ડ કરી આખરે 1.80 લાખ રૂપિયા ખંખેરી લેનારી આ ત્રિપુટી વાપીમાં નવા રચાયેલ મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીમાં વિશેષ મહત્વના હોદ્દા ધરાવે છે.
આ ટ્રસ્ટમાં જયરૂપદાસ ઉર્ફે જગદીશ વૈષ્ણવની પ્રેસિડેન્ટ્સ તરીકે જ્યારે સેક્રેટરી તરીકે દમણની સોનિયા ચૌહાણ, ટ્રેઝરર તરીકે વાપીના ક્રિષ્ના ઝા, જોઈન્ટ ટ્રેઝરર તરીકે દાદરા નગર હવેલી સેલવાસની સેમ એમ. શર્માની નિમણૂક કરાઈ હતી. જે બાદ ટ્રસ્ટના ત્રણ હોદ્દેદાર એવા સોનિયા ચૌહાણ, ક્રિષ્ના ઝા, સેમ શર્મા નામની ત્રિપુટીનું ખંડણીખોરીના ગુન્હામાં સંડોવણી હોવાની ફરિયાદ થતી જોઈ ટ્રસ્ટને આ મામલમાંથી દૂર રાખવા પ્રમુખ સહિત બોર્ડ મેમ્બરોએ તેઓને બરખાસ્ત કરવાની, ટ્રસ્ટનું જે સરનામું સિલ્વર પોઇન્ટ નોંધણી વખતે આપ્યું હતું તે ફેરફાર કરવા સહિતની કાર્યવાહી કરી છે.
જો કે આ ફેરફાર રિપોર્ટ બનાવ્યો અને રજૂ કર્યો એની પણ આગામી દિવસોમાં તારીખ પડશે. અને તે બાદ જ તે અંગે નિર્ણય લેવાશે. એટલી સમજણ તો, ચેરિટી કમિશનર કચેરી ખાતે થી ટ્રસ્ટના હોદ્દેદારોમાં ફેરફાર કરવા ગયેલા અન્ય હોદ્દેદારોને આપવામાં આવી હશે. પરંતુ, ટ્રસ્ટને મદદનીશ શ્રી ચેરિટી કમિશનર, વલસાડ દફતરે ચડાવશે કે કેમ તે સવાલ હાલ ઉદ્યોગપતિઓમાં અને રાજકારણીઓમાં ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે.
ખુદ જીલ્લાનાં અન્ય પત્રકારો, મિડિયા ચેરીટેબલ ટ્રસ્ટ, વાપીને દફતરે કરવાં, ચેરીટી કમિશ્નરને રજુઆત કરશે એવું જાણવાં મળ્યું છે……
ટ્રસ્ટની રચના સાથે જ ન્યૂઝ કવરેજ માટે તેમજ રક્તદાન કેમ્પના ફંડ માટે ટ્રસ્ટના પ્રમુખ, બોર્ડ મેમ્બરો, ટ્રેઝરર, જોઈન્ટ ટ્રેઝરર આ તમામ ટ્રસ્ટની સેક્રેટરી બનેલી સોનિયા ચૌહાણની કારમાં જ સાગમટે જતા હતાં. એટલે ઉદ્યોગકારો અને રાજકારણીઓમાં એ સવાલ પણ ઉઠ્યો છે કે, તબીબે નોંધાવેલ ફરિયાદ મુજબ ત્રિપુટીએ ટ્રસ્ટના 12 લોકોના નામે 1.80 લાખ રૂપિયા પડાવ્યા હતાં. તો બાકીના 9 નામ આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓના જ છે? એ 9 લોકો કોણ? શુ ખરેખરે એવા કોઈ આ ખંડણી માં સામેલ છે?
ઉલ્લેખનીય છે કે, ત્રણેય ખંડણીખોરો હાલ ફરાર છે. જેઓ આ ધરપકડથી બચવા કાયદાકીય સહારો લેવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે. તો બીજી તરફ હાલમાં ટ્રસ્ટનું નામ પણ આ પ્રકરણમાં ચગ્યું છે. એટલે, જે રીતે આવી કોઈ ગુન્હાહિત પ્રવુતિ બાદ કોઈ કંપની કે પેઢી ને સરકાર દફતરે લઈ લેતી હોય છે. તે મુજબ આ ટ્રસ્ટને દફતરે લેશે કે કેમ? શું આ પ્રકરણમાં સ્પા સંચાલક અને તબીબની જેમ નીડર બની ત્રિપુટીનો ભોગ બનનાર અન્ય લોકો આગળ આવશે..? તેવી ચર્ચા હાલ ટૉક ઓફ ધ ટાઉન બની છે.