દમણ અને વલસાડ જિલ્લામાં ED ના દરોડાથી ખળભળાટ મચ્યો છે. દમણ જિલ્લા પંચાયત ના માજી પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલના ઘરે દમણમાં EDએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તો, સુરેશ પટેલના સાળા કેતન પટેલ ના પારડી તાલુકાના ડુંગરી ગામે આવેલ ઘરે પણ ED ના અધિકારીઓએ દરોડો પાડ્યો છે.
દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને હાલમાં હત્યાના ગુન્હામાં જેલવાસ ભોગવી રહેલા સુરેશ પટેલ ના ઘરે ભીમપોરમાં સવાર થી EDની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરેશ ઉર્ફે સુખા પટેલ ગુજરાત માં પ્રોહીબિશન ના ગુનામાં વોન્ટેડ છે. સુખા પટેલ ના ઘરે ED ના સર્ચ ઓપરેશન માં શંકાસ્પદ દસ્તાવેજો પણ મળ્યા હોવાની વાત બહાર આવી છે. જો કે સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ED ની ટીમે દરોડો પાડ્યો છે. Enforcement Directorate ની ટીમ દ્વારા હજુ સુધી તેની પુષ્ટિ અપાઈ નથી. પરંતુ સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ મૂળ દમણના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલમાં હત્યાના ગુન્હામાં જેલવાસ ભોગવી રહેલા લિકર કિંગ સુરેશ પટેલ ઉર્ફે સુખા પટેલના નિવાસસ્થાને આ રેઇડ કરવામાં આવી છે. એ સાથે વલસાડ જિલ્લાના પારડી ના ડુંગરી ગામે સાળાના ફાર્મ હાઉસ પર પણ ED એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
દમણમાં ભીમપોર ખાતે દમણ પોલીસના બંદોબસ્ત વચ્ચે ED ના અધિકારીઓએ સુરેશ પટેલના નિવાસસ્થાને અને તેમના પેટ્રોલપંપ, વાઇનશોપ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તો, વલસાડ પોલીસના સહયોગમાં પારડી તાલુકાના ડુંગરી ગામે તેમના સંબંધી કેતન પટેલના ઘર અને ફાર્મ હાઉસ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એ જ રીતે સુત્રોનું માનીએ તો, તેમના ડ્રાઇવર રમેશભાઈ ચમરભાઈના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જો કે, આ અંગે હજુ સુધી ED દ્વારા કોઈ સત્તાવાર વિગતો આપવામાં આવી નથી. સુત્રોનું માનીએ તો આ દરોડામાં મોટાપ્રમાણમાં રોકડ સહિતની મિલકતો, કેટલાક શંકાસ્પદ દસ્તાવેજી પુરાવા ED ના હાથ લાગી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દમણના ભીમપોર માં રહેતા સુરેશ પટેલ સામે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કેસ થઈ ચૂક્યા છે. તો, દમણમાં શૂટરો મારફતે 2 યુવાનો પર ગોળીબાર કરાવી હત્યા કરવાના ગુન્હામાં તે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. સુરેશ પટેલ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સાંભળી ચુક્યો છે. તેમના પોતાના વાઈન શોપ, પેટ્રોલપંપ છે. જેનું સંચાલન હાલ તેમની પત્ની સાંભળી રહ્યા છે.
ત્યારે, ED ની આ રેઇડને લઈને હાલ દમણના રાજકારણમાં તેમજ દારૂના ધંધા સાથે સંકળાયેલ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. અત્રે નોંધનીય છે. કે વર્ષ 2017માં સુરેશ પટેલના ભાઈ માઈકલ ઉર્ફે રમેશ પટેલના નિવાસસ્થાને ED એ રેઇડ કરી 3 લકઝરીયસ કાર, રોકડ મળી કુલ 2.40 કરોડનો મુદ્દામાલ સિઝ કર્યો હતો. જ્યારે આ વખતે સુરેશ પટેલના નિવાસસ્થાને અને વ્યવસાયના સ્થાનો પર ED ના દારોડા માં પણ મોટી માત્રામાં બેનામી કાળું નાણું અને સંપત્તિ હાથ લાગી શકે છે. તેવી ચર્ચા સ્થાનિક વર્તુળોમાં સંભળાય રહી છે.