Friday, January 31News That Matters

બિપરજોય વાવાઝોડાને પગલે રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તિથલ બીચની મુલાકાત લીધી

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે. આ વાવાઝોડા સંદર્ભે પારડીના ધારાસભ્ય અને રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ તિથલ બીચની જિલ્લા પોલીસવડા ડો.રાજદિપસિંહ ઝાલા સાથે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તિથલ ગામના સરપંચ રાકેશ પટેલ તેમજ આજુબાજુના ગામોના સરપંચો સાથે મીટીંગ કરી જરૂરી તાગ મેળવ્યો હતો.

મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, સંભવિત વાવાઝોડને લઈને સરકાર કટિબ્ધ્ધ છે. તમામ લોકોએ સુરક્ષા જાળવવી જોઈએ. સરકારની ગાઈડલાઈનનું પાલન કરવુ જોઈએ. કોઈ પણ બાબતને સહેલાઈથી લેવી ન જોઈએ. વાવાઝોડુ હજુ પણ સક્રિય હોવાથી જવાબદાર નાગરિક તરીકે સાવચેતીના પગલા લેવા જરૂરી છે એમ જણાવી માછીમારોને દરીયામાં ન જવા માટે સાવચેત કર્યા હતા.

સાથો સાથ ઉપસ્થિત ઈલેકટ્રોનિક મીડિયા કર્મીઓને સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા. પરિસ્થિતિના અવલોકન વેળા ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *