Friday, January 31News That Matters

પાકિસ્તાન જેલમાંથી મુક્ત થઈ સંજાણ પોતાના ઘરે આવેલા માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા માછીમારો ઘરે પરત ફરી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના પણ છ માછીમારો ઘરે પરત ફરતા પરિવારમાં ખુશીની લાગણી છવાઈ છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણના છ માછીમારો છેલ્લા બે-ચાર વર્ષથી વધુ સમયથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા. આથી પરિવારજનોની હાલત દયનીય બની હતી.

પાકિસ્તાનની જેલમાં અનેક યાતનાઓ ભોગવ્યા બાદ આખરે સરકારની દરમિયાનગીરીથી જેલમાંથી માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે વલસાડના સંજાણના છ માછીમારો પણ ઘરે પરત ફરતા તેમના પરિવારજનોએ તેમનું ફૂલ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. કારાવાસમાં કઠિન પરિસ્થિતિનો સામનો કરી ઘરે પરત ફરેલા માછીમારો અને તેમના પરિવારજનોના મિલન વખતે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા.

આ માછીમારો ત્રણ વર્ષ અગાઉ મહારાષ્ટ્રના તલાસરી અને દહાણુના દરિયા કિનારેથી બોટમાં માછીમારી કરવા ગયા હતા. જોકે તે વખતે પાકિસ્તાની કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારોને ઝડપી લેવામાં આવ્યા હતા. અને ત્યારબાદ પાકિસ્તાનની જેલમાં બંધ કરી દેવામાં આવ્યાં હતા. આખરે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ ઘરે પરત ફરતા પરિવારજનોમાં હર્ષની લાગણી છવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *