શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ વાપીના પ્રથમ વર્ષના બી. ફાર્મસી અને એમ. ફાર્મસી ના વિદ્યાર્થીઓ માટે તારીખ-6 અને 7 જુન 2023ના બે દિવસ માટે વાપી GIDC ખાતે આવેલી એક્ક્ષીમેડ ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ માટેનું સમગ્ર નેતૃત્વ કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર અને એમ. ફાર્મ (ક્વોલીટી એસ્યોરન્સ) હેડ પ્રોફેસર ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્ય ડો. સચિન બી. નારખેડે દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે એમ ફાર્મ (ફાર્માસ્યુટીક્સ) હેડ પ્રોફેસર ડૉ. અનુરાધા પી. પ્રજાપતિ, આસીસ્ટન્ટ પ્રોફેસર શિવાની ગાંધી, આસીસ્ટન્ટ પ્રોફેસર પ્રીતિ સિંગ, આસીસ્ટન્ટ પ્રોફેસર ખુશ્બુ પટેલ, આસીસ્ટન્ટ પ્રોફેસર હર્ષ લાડ અને બી.ફાર્મ અને એમ.ફાર્મ ના કુલ 124 વિદ્યાર્થીઓને લઇ કંપનીની મુલાકાત લીધી હતી.
આ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી વિઝીટનો મુખ્ય હેતુ એકેડેમીક અને ઇન્ડસ્ટ્રીઝના પારસ્પરિક સંબંધો વધુ મજબૂત બને તેમજ વિદ્યાર્થીઓને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના વર્તમાન દ્રશ્ય વિશે માહિતી મળે એ હતો. આ ઇન્ડસ્ટ્રી વિઝિટમાં ઇન્ડસ્ટ્રીઝના સમગ્ર પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા. તેમજ જુદા જુદા ડીપાર્ટમેન્ટની મુલાકાત પણ લેવામાં આવી હતી જેવા કે, પેકેજિગ સેક્ટર, એન્વાયરમેન્ટલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફોર્મ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ, કમ્પ્રેશન એન્ડ કોટિંગ, સ્ટોરેજ ડીપાર્ટમેન્ટ અને આ દરેક ડિપાર્ટમેન્ટમાં થતી વિવિધ કાર્યવાહી વિશે પણ વિદ્યાર્થીઓને ઝીણવટપૂર્વક માહિતગાર કર્યા હતા.
આ વિઝીટ દરમ્યાન એન્વાયરોમેન્ટલ એન્ડ હેલ્થ સેફટી હેડ જતીન પારેખ, પ્રોડક્શન ડીપાર્ટમેન્ટના હેડ પરેશ ભાવસાર, એચ. આર. ડીપાર્ટમેન્ટના હેડ અક્ષય શાહ, પ્લાન્ટ હેડ મનીષ ઉપાધ્યાય, આર એન્ડ ડી ડીપાર્ટમેન્ટના હેડ સુનીલ મીરાજકર અને તેમની સમગ્ર ટીમનો સહકાર આપવા બદલ કોલેજના આચાર્ય ડો. સચિન બી. નારખેડેએ આભાર માન્યો હતો.
શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્ય ડો. સચિન બી નારખેડે અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.