Thursday, October 17News That Matters

વાપીમાં બ્રાન્ડેડ કંપનીના બાથવેર-કિચનવેર, ટાઇલ્સ, સીરામીકની વિશાળ રેન્જ ધરાવતા માર્બલ પાર્કનું નાણાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

વાપીમાં ચાર રસ્તા નજીક દક્ષિણ ગુજરાતના સૌથી મોટા માર્બલ પાર્ક શૉ રૂમનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ માર્બલ પાર્ક શૉ રૂમમાં દેશ-વિદેશની વિવિધ બ્રાન્ડના લકઝરીયસ બાથરૂમ સેટ, કિચનવેર, ટાઈલ્સ, સીરામિક્સ સહિતની પ્રોડક્ટ ઉપલબ્ધ કરવામાં આવી છે.

બ્રાન્ડેડ કંપનીના બાથવેર-કિચનવેર, ટાઇલ્સ, સીરામીકની વિશાળ રેન્જ ધરાવતા માર્બલ પાર્કના અરુણભાઈ અને તેના દીકરાઓ નિકુંજ અને પ્રાંજલના જણાવ્યા મુજબ આ માર્બલ પાર્ક શો રૂમમાં દરેક પ્રકારની અદ્યતન વેરાયટી ઉપલબ્ધ છે. જે માટે દેશની અને વિદેશની વિવિધ જાણીતી કંપનીઓ સાથે ટાઈ-અપ કરવામાં આવ્યું છે.

માર્બલ પાર્કમાં આવનાર દરેક ગ્રાહક Aquant, Carysil, AO-Smith, Qutone, TOTO, hansgrohe, Zero-B, Simero, American Standerd, Grohe, Grundfros, Mozart, Vermora ટાઇલ્સ-બાથવેર, Grafite સીરામિક્સ, Kajaria જેવી કંપનીની પ્રોડક્ટ રિઝનેબલ રેટમાં ખરીદી કરી શકે અને આ કંપનીઓની લકઝરીયસ પ્રોડકટનો ઉપયોગ તેમના લકઝરીયસ હાઉસમાં કરી શકે તે ઉદેશ્ય છે.

અદ્યતન માર્બલ પાર્ક શૉ રૂમ નું ઉદ્ઘાટન કરવા આવેલા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ શૉ રૂમ માં તમામ પ્રોડક્ટ નિહાળી જણાવ્યું હતું કે, અહીં નામાંકિત બ્રાંડના બાથરૂમ સેટ અને કિચનવેર પ્રોડક્ટ ઉપલબ્ધ છે. વાપીમાં આ પ્રકારનો આ પ્રથમ શૉ રૂમ છે. જે પ્રોડક્ટની ખરીદી કરવા વાપીના બિલ્ડરો, ઉદ્યોગકારોએ વાપી બહાર જવું પડતું હતું. જે હવે વાપીના આ શૉ રૂમમાંથી જ ખરીદી કરી શકશે. લકઝરીયસ પ્રોડક્ટ ખરીદવા માંગતા ગ્રાહકો માટે માર્બલ પાર્ક સુંદર ભેટ છે.

અદ્યતન બાથરૂમ સેટ, કિચનવેર, વિવિધ ડિઝાઈનની ટાઇલ્સ, સીરામિક્સ સહિતની પ્રોડક્ટના શૉ રૂમના ઉદ્ઘાટન પ્રસંગે માર્બલ પાર્કના અરુણભાઈ અને તેમના પરિવારે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને ફુલહાર-પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. નાણાપ્રધાને પણ આ નવા સાહસ બદલ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે VIA પ્રમુખ સતીશ પટેલ, વાપી નગરપાલિકા ના ઉપપ્રમુખ, નગરસેવકો, જાણીતા ઉદ્યોગપતિઓ, જાણીતા બિલ્ડરો, ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તમામે આ અદ્યતન સુવિધાઓ પુરી પાડનારા માર્બલ પાર્ક શૉ રૂમની તમામ પ્રોડક્ટને નિહાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *