વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા સુલપડ, ભડકમોરા વિસ્તારમાં વર્ષોથી મુખ્ય માર્ગ પર દબાણો કરી ઉભા કરેલા બાંધકામો સામે પાલિકાએ આખરે કાર્યવાહી શરૂ કરી છે. મુખ્ય માર્ગ પર ઉભા કરેલા દબાણો ટ્રાફિકને અવરોધતા હોય અને સાંકડો માર્ગ હોવાથી GIDC ના ભારે વાહનો પસાર થઈ શકતા ના હોય 9 મીટરના આ માર્ગને 18 મીટરનો કરવાની નેમ નગરપાલિકાની છે. જેને લઇ મંગળવારે આ વિસ્તારમાં માર્કિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી. જો કે માર્ગ પહોળો કરવાની કામગીરીમાં કેટલાક અધિકૃત અને અનધિકૃત બાંધકામો તૂટવાના હોય સ્થાનિક લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
વાપી નગરપાલિકામાં અનેક વોર્ડના વિસ્તારમાં કેટલાય લોકોએ સરકારી જમીન પર કે માર્ગ પર દબાણો કરી દીધા છે. આવા દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવા રાજ્યના નાણાપ્રધાને હાલમાં ડુંગરા ખાતે તળાવના વિકાસના કામના ખતમુહરત પ્રસંગે તાકીદ કરી હતી. જે બાદ નગરપાલિકાના સત્તાધીશોએ ગેરકાયદેસર દબાણો હટાવી વાપીને સુંદર, રમણીય, સ્વચ્છ બનાવવાની પહેલ કરી છે. જેમાં વાપી નગરપાલિકાની ટીમે મંગળવારે ભડકમોરા, સુલપડ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગને પહોળો કરવા માર્કિંગ સહિતની કામગીરી હાથ ધરી છે.
નગરપાલિકાની આ કાર્યવાહી દરમ્યાન સ્થાનિક રહેવાસીઓ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો કે, તેઓ વર્ષોથી અહીં રહે છે. અને નગરપાલિકા જે માર્ગને પહોળો કરવા માંગે છે. તેમાં કેટલાય જમીન માલિકો ઘરવિહોણા બની જશે. એટલે આ માર્ગ હાલમાં જેટલો છે તેટલો જ રાખવો જોઈએ અને તેની મરામત કરવી જોઈએ.
જો કે સ્થાનિક લોકોની રજૂઆતો સામે નગરપાલિકાના અધિકારી, પદાધિકારીઓનું કહેવું છે. કે આ માર્ગ પર મોટાભાગના લોકોએ દબાણ કર્યું છે. જે દબાણ દૂર કરી આ માર્ગ ને 9 મીટરમાંથી 18 મીટર સુધી પહોળો કરવામાં આવનાર છે. આ માટે હાલ કેટલા દબાણો છે. કેટલા જમીન માલિકોની જમીન છે. તે અંગે સર્વે તેમજ માર્કિંગ સહિતની કામગીરી હાથ ધરી છે. જે બાદ જ પાલિકામાં તે અંગે યોગ્ય નિર્ણય લઈ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે. તેમજ કાયદેસર જમીન માલિકોને નોટિસ આપવામાં આવશે.
પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોનું માનવું છે કે, આ માર્ગ અંદાજિત 1 કિલોમીટર જેટલો લંબાઈમાં છે. જે સેલવાસ વાપી રોડ પર આવેલ ભડકમોરા ચોકડીથી ફર્સ્ટ ફેઝ માં આવેલ સેન્ટર ઓફ એક્સીલન્સ સુધીનો છે. જેના પરના દબાણો દૂર કરી જો રસ્તાને પહોળો કરવામાં આવે તો GIDC ના ભારે વાહનોના ટ્રાફિક ને સરળતા રહેશે.
મુંબઈ-અમદાવાદ હાઇવે પર જતાં વાહનચાલકોનો ટ્રાફિક VIA ચાર રસ્તા પર ઘટશે. આ માર્ગ પહોળો થવાથી આસપાસના લોકોને પણ ફાયદો થશે. આડેધડ તાણી બાંધેલી ચાલીઓની સંકળાશ અને ગંદકી દૂર થશે. લોકોનું જીવનધોરણ સુધરશે. સારી ગટરની સુવિધા મળશે. ચોમાસા દરમ્યાન પાણીનો ભરાવો થતો અટકશે. ઝૂંપડપટ્ટીઓના સ્થાને સારી હાઇરાઈઝ બિલ્ડીંગ, શોપિંગ સેન્ટર ઉભા થવાનો અવકાશ મળશે. ટૂંકમાં સ્થાનિકો આ માર્ગ પહોળો થશે તો તેનાથી જે નુકસાન થવાની ભીતિ સેવે છે. તે તદ્દન પાયાવિહોણી છે. હકીકતે દબાણો હટશે, રસ્તો પહોળો થશે તો આ વિસ્તારનો વિકાસ કરવામાં સિંહફાળો આપશે. આ સારા કાર્યમાં સ્થાનિકોએ પણ વિરોધને બદલે સહકાર આપવો જોઈએ.
Great news! Cloud mining now releases the collected crypto ==>> https://ext-opp.com/BTC
Great news! Cloud mining now releases the collected crypto ==>> https://ext-opp.com/BTC
Great news! Cloud mining now releases the collected crypto ==>> https://ext-opp.com/BTC