વાપીમાં 2nd ફેઝ માં કાર્યરત જય કેમિકલ ખાતે સ્વ. કાનજી સુંદરજી દામાં (બાપુજી)ની બીજી પુણ્યતિથિએ તેમની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 51 યુનિટના લક્ષ્ય સાથેના આ રક્તદાન કેમ્પનો વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ, સેક્રેટરી, રોટરી ક્લબ વાપીના પ્રેસિડેન્ટ, સભ્યોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
જય કેમિકલ પરિસરમાં મોબાઈલ વેનમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. જે તમામ રક્તદાતાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે કંપનીના પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, સ્વ. કાનજી સુંદર દામાં ને બધા અદાજી બાપુજીના નામે ઓળખીએ છીએ તે અમારા માર્ગદર્શક અને ફાઉન્ડર હતાં. આજે એમની બીજી પુણ્યતિથિ હોય તે નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં સુપર હીરો કહેવાતા એકમના કર્મચારીઓ-પરિવારના સભ્યો મળી અંદાજિત 51 યુનિટ રક્ત એકત્ર કરીશું.
આ રક્તદાન કેમ્પ માટે રોટરી ક્લબ વાપી, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડનો પણ સહયોગ મળ્યો છે. કંપનીમાં અને અન્ય દુરદરાજના ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરની વિવિધ સોસાયટીઓમાં જઈને સ્થળ પરથી જ રક્તદાતાઓ પાસેથી રક્તનું દાન મેળવી શકે તેવા ઉદ્દેશ્યથી રોટરી ક્લબ વાપી દ્વારા વિશેષ સગવડો સાથેની મોબાઈલ વેન તૈયાર કરી છે. જે વેનમાં જ કર્મચારીઓએ રક્તનું દાન કર્યું હતું.
તો, હાલમાં ઉજવાયેલા નેશનલ સેફટી વિક અંગે ઉદ્યોગકારોમાં જાગૃતિ આવી હોવાનું જણાવતા પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, દરેક એકમના સેફટી, એન્વાયરમેન્ટ અને હેલ્થ મુખ્ય ત્રણ અવિભાજ્ય અંગ છે. ત્યારે હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણીમાં સુરક્ષા-પર્યાવરણ બાબતે કર્મચારીઓને માર્ગદર્શન આપતા કાર્યક્રમ કરવામાં આવ્યા છે. જે સાથે આરોગ્યની કાળજી લેવાય, સારું સ્વાસ્થ્ય કેળવી શકે તે માટે રક્તનું દાન કરી અન્ય જરૂરિયાતમંદ દર્દીને લોહી પૂરું પાડી મદદરૂપ થવું એ પણ અત્યંત આવશ્યક છે. વાપીમાં રોટરી ક્લબ આવા અનેક કાર્યક્રમોમાં સહભાગી થઈ વલસાડ જિલ્લામાં રક્તની ઘટ નિવારવા મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
આજના બીજા રક્તદાન કેમ્પમાં VIA પ્રમુખ કમલેશ પટેલ, રોટરી ક્લબ વાપી પ્રેસિડેન્ટ હેમાંગ નાયક, નોટિફાઇડ ચેરમેન સતીશ પટેલ, રોટેરિયન જોય કોઠારી સહિત જય કેમિકલના યોગેશભાઈ, હંસરાજભાઈ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.