વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવડ ગામ ખાતે તારીખ 28 મી ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ 8મી માર્ચે 11 દીકરીઓને પ્રભુતામાં પગલાં મંડાવવા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો, રવિવારે 5 માર્ચે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન છે. જેમાં આસપાસની ધર્મપ્રેમી જનતા ને તેમજ દાતાઓને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
કરવડ ગામે હરિહર ધામ તડકેશ્વર મહાદેવના મંદિર નિર્માણના લાભાર્થે 28મી ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી તડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહમાં જાણીતા કથાકાર <span;>ઉજ્જવલ મહારાજ ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાન કરાવી રહ્યા છે. જેમાં રવિવારે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં છે. જ્યારે 8મી માર્ચે સમૂહ લગ્નનું આયોજન છે. ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારની 11 દિકરીઓનું કન્યાદાન કરી તેમને લગ્નના બંધનમાં બાંધશે. સુખી લગ્નજીવનના આશીર્વાદ આપશે. આ અનેરા પ્રસંગમાં વાપી આસપાસ ના લોકો-દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી 11 નવદંપતિઓને આશીર્વાદ આપે તે માટે સમુહલગ્નમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે.
ભાગવત સપ્તાહના અંતિમ દીને અને સમુહલગ્નમાં પધારવા ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને પૂર્વ રાજ્યમંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર તેમજ કપરાડાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરી, કરવડ ગ્રામપંચાયત સરપંચ સહિત દાતાઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે.
આઠ માર્ચના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 11 જેટલા જોડાઓ લગ્નગ્રંથિથી બંધાશે. આ તમામ આયોજન માટે તડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુભાષ પટેલ, ઉપપ્રમુખ યોગેશ પટેલ, મંત્રી મિલન પટેલ, સુનિલ રોહિત ઉપપ્રમુખ સામાજિક સુધારણા વિંગ રોહિત સમાજ સેવા ટ્રસ્ટ, ગુજરાત, દાનહ અને મહારાષ્ટ્ર, ઉત્તમ રોહિત મા. તા. પં. સભ્ય- કરવડ તેમજ અન્ય ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.