Friday, January 31News That Matters

કોરોના કાળમાં કપૂરની ડિમાન્ડ વધી, 500 રૂપિયાને બદલે હવે 1200 રૂપિયા કિલો!

હાલની કોરોના મહામારીમાં ઠેરઠેર લવિંગ, અજમા અને કપૂરની પોટલીનો વધુ વપરાશ થઇ રહ્યો છે. બજારમાં કપુર પોટલી જ નહીં, કપુર અગરબત્તી પણ ધૂમ વેચાઇ રહી છે, જેના કારણે કપૂરની માંગમાં દસ ગણો વધારો થયો છે.  એક સમયે કપૂરનો કિલોનો ભાવ રૂા.500થી 550 હતો જે અત્યારે વધીને છેક રૂા.1200 સુધી પહોંચ્યો છે. 

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં 40 ટકા દર્દીઓનું ઓક્સિજન લેવલ નીચુ આવતુ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. કોરોનાના સંક્રમણથી બચવા મેડિકલ ઉપચારની સાથોસાથ આ વખતે લોકો ઘરેલું ઉપચારનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે. જેને કારણે લવિંગ અજમા અને કપૂરની માંગમાં વધારો નોંધાતા ભાવ પણ ડબલ થયો છે.

કપૂર, લવિંગ અને અજમાની પોટલી ખિસ્સામાં રાખી વારંવાર સુંઘવાથી કોરોના સામે રક્ષણ મળે છે. આવું આજકાલ આપણે તમામ લોકોના મોઢે સાંભળીયે છીએ. કોરોનાની આ બીજી લહેરમાં લોકોનું ઓક્સિજન લેવલ તરત ઘટી જાય છે. જેને લઇને લોકો આ પ્રકારના નુસ્ખાઓ અજમાવી રહ્યાં છે.
હાલ બજારમાં કપૂરની ડિમાન્ડ ખૂબ જ વધી છે. સામાન્ય રીતે લોકો કપૂરનો ઉપયોગ પૂજા-પાઠ માટે કરતા હોય છે. પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષથી કપૂર હવે કોરોના સામે રક્ષણ મેળવવા માટે વપરાય છે. અત્યારના સમયમાં ડોક્ટર પણ આયુર્વેદિક ઉપચાર કરવાની સલાહ આપી રહ્યાં છે. ત્યારે લોકો હવે કપૂરની પોટલી બનાવી સાથે રાખી રહ્યાં છે. આ કપૂરની પોટલી બજારમાં 40થી 60 રૂપિયાની વેચાય છે.

કોરોના કાળમાં કપુરનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે કપૂરના ઉત્પાદન માટે ફેકટરીમાં કામદારોને ડબલ શિફ્ટમાં કામ કરવુ પડે છે. કપુરની ટિકડી બનાવવા માટે મહારાષ્ટ્રથી રો-મટિરિયલ્સ આવે છે. પણ કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાથી રો-મટિરિયલ્સ પણ પુરતા પ્રમાણમાં મળતુ નથી, જેના કારણે કપૂરનું ઉત્પાદન ઘટયુ છે. કપૂરની માંગ સામે ઉત્પાદન ઓછુ થઇ રહ્યુ છે. આમ, કોરોના કાળમાં કપૂરની ડિમાન્ડ વધી છે જેના કારણે ભાવ પણ વધ્યાં છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *