તંદુરસ્તી, આરોગ્ય અને પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદેશ્ય સાથે તારીખ 19મી ફેબ્રુઆરી 2023 રવિવાર ના સવારના સાયક્લોન 3.0 વર્ઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ વિજેતાઓને ટ્રોફી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
યુવાનો ફિટનેસ, પર્યાવરણની સાથે તંદુરસ્ત જીવન શૈલી અપનાવે તેવા ઉદ્દેશ્યથી આયોજિત આ ઇવેન્ટમાં 550 થી વધુ સાયકલીસ્ટ જોડાયા હતાં. જેઓને ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીકાંત ઇદાની, ફર્સ્ટ લેડી સારિકા ઇદાની અને વાપીની અગ્રણી કેમિકેલ કંપની બાયર ઇન્ડિયાના શૈલેન્દ્ર વીસપુતે દ્વારા સવારે 6.45 વાગ્યે રોફેલ જીઆઇડીસી ખાતે થી ફ્લેગ ઓફ આપ્યું હતું.
આ ઇવેન્ટ 15 થી 30 કિલોમીટરની કેટેગરીમાં યોજાઇ હતી. આ સ્પર્ધા દરમ્યાન રસ્તા પર સાયકલ સવારોને મદદ કરવા, હાયડ્રેસશન પૂરું પાડવા માટે રૂટ પર 50 થી વધુ રોટરી ક્લબ ઓફ વાપીના સભ્યો, રોટરેક્ટ ક્લબ ઓફ વાપી અને ઈન્ટરેક્ટ ઓફ વાપી, NCC Cadder ની ટીમ દ્વારા સપોર્ટ પૂરો પડાયો હતો. બેકઅપ તરીકે હરિયા રોટરી હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોની ટીમ પણ જોડાયી હતી.
આ સ્પર્ધામાં વિજેતા સાયકલ સવારની વિવિધ કેટેગરીમાં નાણામંત્રી અને રોટેરીઅન કનુભાઈ દેસાઈ, નોટીફાઈડ ચેરમેન સતીશ પટેલ, હેમંતભાઈ, રોફેલ અને RCT ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભરત પટેલ, પ્રફુલ દેવાની, સંદીપ શાહ, સંજય દેસાઈ, રાકેશ પટવારી, રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ હેમાંગ નાયક, સેક્રેટરી જોય કોઠારી, રોટરેક્ટ પ્રેસિડેન્ટ ધનુષ શાહ અને સાયકલોથનના પ્રોજેક્ટ ચેરમેન નીતિન ગુપ્તા સહિતના હસ્તે ઇનામ વિતરણ કરી સાયકલ સવારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નાણાપ્રધાન કનુભાઈએ Fit India Movement ના ભાગરૂપે આ પ્રોજેક્ટની ખુબ જ સરાહના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ઇવેન્ટના મુખ્ય સ્પોન્સર બાયર ઇન્ડિયા LTD, Co-સ્પોન્સર Steam House અને GPCB વાપી દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. વાપી ઉપરાંત વલસાડ, સુરત, મુંબઈ, બારડોલી ના સાયકલ સવારો અને ફેલોશિપ મિશન સ્કૂલ, જ્ઞાનધામ સ્કૂલ, વિદ્યા નિકેતન સ્કૂલ, St. Joseph School, St. Fransic School, Vidhya વિકાસ હિન્દી School, હરિયા School અને jay Chemicals દ્વારા સાયકલ સવારોએ આ ઇવેન્ટ માં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ઇવેન્ટમાં નું વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન ના PI B. J. સરવૈયા અને તેની ટીમ દ્વારા 15 KM ની કેટેગરીની રેસ timely પૂર્ણ કરવા સાથે ઇવેન્ટમાં જોડાઈ અનેરું આકર્ષણ ઉભું કર્યું હતું. જે બદલ હેમાંગ નાયક, જોય કોઠારી, અને પ્રકાશ ભદ્રાએ મેડલ એનાયત કરી સન્માનિત કર્યા હતા.
રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ હેમાંગ નાયક, સાયકલોથન પ્રોજેક્ટ ના ચેરમેન નીતિન ગુપ્તા, સ્પોન્સર બાયર ઇન્ડિયાના શૈલેન્દ્ર વીસપુતે, કેયુર શાહ, steam house ના વિશાલ બુધિયાએ પોલીસ ડીપાર્ટમેન્ટ, રોટેરીઅન મિત્રો અને વોલેન્ટિયર્સનો સફળ આયોજન બદલ આભાર માન્યો હતી. ઇવેન્ટ નું સંચાલન હાર્દિક શાહ દ્વારા કરવામાં આવ્યું હોય શ્રીકાંત ભાઈએ આ કાર્યક્ર્મના ચેરમેન નીતિન ગુપ્તા અને RC વાપીની ખુબ જ સુંદર આયોજન બદલ પ્રશંશા કરી હતી.