વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર ચુંટાયેલા સભ્યોની અવગણના કરતા હોવા છતાં પ્રમુખ, કારોબારી ચેરમેન તેમના દર્શન માટે કેમ તલપાપડ છે? શા માટે ચીફ ઓફિસર પણ તેના દર્શનના લાભાર્થી રહેતા માનીતા કોન્ટ્રાક્ટરો પાસે જ ટેન્ડર ભરાવી રહ્યા છે? શા માટે ઉપપ્રમુખ સહિતના સભ્યોનું પાલિકામાં કઈ જ ઉપજવા દેતા નથી…?
તો એવા ક્યાં કારણસર આખા બોલા અને ઇમાનદારીનો ઢંઢેરો પીટતા ને વળી પોતાને ગર્ભશ્રીમંત ગણાવતા ઉપપ્રમુખ પણ સમગ્ર મામલે મૌન સેવી બેઠા છે? આવી અનેક અટકળોએ વાપી શહેરમાં જોર પકડ્યું છે. તો બીજી તરફ આ ચર્ચાઓની વચ્ચે પાલિકાના વિવિધ વિકાસના કામોના ટેન્ડરની માહિતી રજીસ્ટ્રીમાથી ડાઉનલોડ કરવાની હિલચાલ શહેરના અન્ય જાગૃત નાગરિકે શરૂ કરી હોવાનો ગણગણાટ સંભળાય રહ્યો છે.
સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ પાલિકાના સત્તાધીશો કોઈ એક ચોક્કસ વ્યક્તિને ફાયદો કરાવતા હોય પદાધિકારીઓની સતત અવગણના થઈ રહી છે. વાપીમાં વિકાસના કામો અંગેના ટેન્ડરો માટે તેમના દર્શનને દુર્લભ ગણતા વ્યારાના કોન્ટ્રાક્ટરો પાસે ઓનલાઇન ટેન્ડર ભરાવી દર્શનના લાભાર્થી બનવાનો મોકો પ્રાપ્ત કરાવી રહ્યા છે. પ્રમુખ-કારોબારી ચેરમેન સાથે દર્શનની આ ભાગીદારીમાં ઉપપ્રમુખ ને સભ્યોને અને વિપક્ષી નેતાને સાહેબે કોરાણે મુક્યા છે. ચડોરના કમ્પોઝ પ્લાન ખાતે રાશિ વન ગાર્ડન બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આવા જ મામલાને લઈ વિવાદમાં છે. મોટા નેતાના આશીર્વાદ થી ઉપરવટ જઈ કામ મંજુર કરાવ્યું પરંતુ કામગીરી આગળ વધી નથી.
ભૂકંપ જેવો જોરદાર આંચકો આપતી વધુ વિગતો હવે પછી…….
ચૂંટાયેલા વાપી નગરપાલિકાના સભ્યોની, અન્ય હોદ્દેદારો તથા વિવિધ સમિતિના ચેરમેનોની અવગણના જ્યારે માનીતાઓને દર્શનનો લાભ કેમ તે અંગે પ્રજાને જાગૃત કરવા ભણેલા ગણેલા એક જાગૃત નાગરિકે પહેલ કરી છે. આ જાગૃત નાગરિકે સંબંધિત રજીસ્ટ્રીમાંથી વિગતો ડાઉનલોડ કરવાની શરૂઆત કરી છે. જે વિગતો ડાઉનલોડ થયા બાદ વાપી પાલિકામાં CO ના દર્શનનો લાભ લેનારાઓ માટે ભૂકંપ જેવો જોરદાર આંચકો લાગવાનો છે. ત્યારે આ હિલચાલ અંગે સનસનાટી મચાવતી વધુ વિગતો હવે પછી………