વ્યાજખોરો સામે કડક ઝુંબેશ હાથ ધરી ધાક બેસાડતી કાર્યવાહી કરવા સાથે વ્યાજખોરો ની ચુંગાલમાં ફસાયેલા નાગરિકોને ન્યાય અપાવ્યા બાદ વલસાડ જીલ્લા પોલીસ દ્વારા જરૂરિયાત મંદ નાગરિકોને બેંકમાં સરળતાથી લોન મળે તે માટે વાપીના VIA ખાતે લોન માર્ગદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી અને આસપાસની તમામ રાષ્ટ્રીયકૃત તેમજ કો-ઓપરેટિવ બેંકો ના અધિકારીઓને બોલાવી જરૂરિયાતમંદ લોકોને લોન લેવા માટે મદદરૂપ બનતી પહેલ કરી હતી.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા બી.એન. દવે નાયબ પોલીસ અધિક્ષક વાપી વિભાગ વાપીની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા લોકોને વ્યાજંકવાદીઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવાના શુભ આશયથી વાપીમાં VIA હૉલ ખાતે એક લોન મેળા તેમજ લોન સંબંધિત જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બેંકો~નાણાકીય સંસ્થાઓ અને જરૂરિયાતમંદોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આયોજનમાં વાપી અને આસપાસની તમામ રાષ્ટ્રીયકૃત તેમજ કો-ઓપરેટિવ બેંકો તેમજ જરૂરિયાતમંદ લોકો ને ભાગ લેવડાવી વલસાડ જિલ્લા પોલીસે તમામ આવેલ જરૂરિયાતમંદો લોન લેવા માટે નમ્ર અપીલ કરી હતી.
વલસાડ જિલ્લા પોલીસેસ બેન્કો અને જરૂરિયાતમંદો વચ્ચેના એક પુલ બનાવવાના કાર્યક્રમને ભારે સફળતા મળી હતી. લોકોને અત્યંત ઉચા અને ગેરવ્યાજબી વ્યાજ ના વિષયક્રમાંથી મુક્ત બનાવવાની પહેલમાં આઠથી વધુ બેંકો દ્રારા પોતાના સ્ટોલ ઉભા કરી લોકોને લોન અંગે જરૂરી માહીતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ વલસાડ જિલ્લા લેબર વિભાગ દ્રારા સ્થળ ઉપર ઇ-શ્રમ કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં 700 થી વધુ નાગરીકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.