Saturday, March 15News That Matters

સંધ્યા ગ્રુપ ઓફ કંપનીના ચેરમેનને ભારતના The Best Chemical અને Agro Chemical નિર્માતા કંપની તરીકે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા

વાપી અને સરીગામ GIDC માં કાર્યરત અગ્રણી એગ્રો કેમિકલ બનાવતી કંપની સંધ્યા ગ્રુપને વધુ એક એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ એક ગૌરવ એવોર્ડ કાર્યક્રમમાં વાપી અને સરીગામની પ્રખ્યાત કંપની સંધ્યા ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર કાંતિલાલ કોલીને કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતાં.


આ કાર્યક્રમમાં પધારેલા મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશિયારીના હસ્તે ભારત ના ધ બેસ્ટ કેમિકલ/The Best Chemical અને એગ્રો કેમિકલ/Agro Chemical નિર્માતા કંપની તરીકે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમ રાજભવન મલબાર હિલ ખાતે 12મી ફેબ્રુઆરી 2023 ના રોજ યોજવામાં આવ્યો હતો. આ એવોર્ડ મળ્યાની જાણકારી મળતાં સંધ્યા ગ્રુપ વાપી અને સરીગામ ના સમસ્ત કર્મચારીઓ, અધિકારીઓ, મિત્રવર્તુળ અને પરિવારજનોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. તમામે ચેરમેન કાંતિલાલ કોલીને અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.


ઉલ્લેખનીય છે કે, વાપી અને સરીગામ GIDC માં કાર્યરત અગ્રણી એગ્રો કેમિકલ બનાવતી કંપની સંધ્યા ગ્રુપને આ પહેલા બિઝનેસ લીડર એવોર્ડ – 2019 થી સન્માનિત કરવામાં આવી છે. વાર્ષિક 100 થી 500 કરોડનું ટર્ન ઓવર ધરાવતી સંધ્યા ગ્રુપ કંપનીને વધુ એક એવોર્ડ મળતા સમગ્ર દેશમાં વાપીનું નામ રોશન કર્યું છે. કંપનીની 1984માં સ્થાપના થયા બાદ સતત બેસ્ટ ક્વોલીટી પ્રોડક્ટ, પર્યાવરણીય નિયમોની જાળવણી, સેવાકીય પ્રવૃત્તિ થકી અનેક એવોર્ડ મેળવી ચુકી છે. જેમાં બેસ્ટ બિઝનેસ એવોર્ડ 2019, ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ 2013, બેસ્ટ પ્રોડક્ટ ઈન્ડિયા એવોર્ડ 2013, રાજીવ ગાંધી શિરોમણી પુરસ્કાર 2013, સર્વ શ્રેષ્ઠ નિર્યાત કંપની એવોર્ડ સહિતના એવોર્ડ મળ્યા છે.


સંધ્યા ગ્રુપ ઓફ કંપનીમાં સંધ્યા ઓર્ગેનિક્સ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, સંધ્યા ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, એસ.એમ. કેમિકલ વાપી પ્રાઇવેટ લિમિટેડ અને સંધ્યા ડાઈઝ એન્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નો સમાવેશ થાય છે. જેમાં ફોસ્ફરસ આધારિત એગ્રોકેમિકલનું ઉત્પાદન કરવામાં આવે છે.

 

 

 

કંપનીમાં ઝીંક ફોસ્ફાઈટ, એલ્યુમિનિયમ ફોસ્ફાઈટ, Phosphorous Trichloride, Phosphorous Oxychloride, Phosphorous Pentoxide, Poly Phosphoric Acid જેવા ઉત્તમકોટિના કેમિકલ બનાવે છે. જે દેશ વિદેશીની ઔદ્યોગિક કેમિકલ ફાર્માસ્યુટિકલમાં, એગ્રો કેમિકલમાં, dyestuff, પેન્ટ્સ, પોલીમર, પ્લાસ્ટિક, રબર, પેસ્ટીસાઈડ સહિતની પ્રોડક્ટમાં SANPHOS બ્રાન્ડ હેઠળ વેચાણ થાય છે. અને વાર્ષિક 100 થી 500 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. સંધ્યા ગ્રૂપ દ્વારા અસંખ્ય એવોર્ડ મેળવી પોતાનું અને વલસાડ જિલ્લાનું નામ ફક્ત દેશમાં જ નહિ વિદેશોમાં પણ રોશન કર્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *