Monday, December 30News That Matters

પારડીની એન. કે. દેસાઈ કોલેજ માં વેલેન્ટાઇન ડે ની નવીનતમ ઉજવણી

પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ માં વેલેન્ટાઇન ડે ની ઉજવણી વડીલોના આશીર્વાદ સાથે કરવામાં આવી હતી.

જેમાં અટાર સ્થિત માનવ સેવા આશ્રમ નાં વડીલોને કોલેજ માં આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમને લેવા માટે કોલેજ થી બસ મોકલાવી હતી. સૌ પ્રથમ તિલક દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ વડીલોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દરેક વડીલો એ કોલેજ ના દિવસોનાં કાર્ય હતા અને સંગીત ખુરશી, પસિંગ ધ પાર્સલ ગરબા જેવી વિવિધ રમતો ની મજા માણી હતી.


એક મિનિટ ની રમતો દ્વારા વડીલોને વિજેતા બનાવ્યા હતા. આ સમગ્ર આયોજન કોલેજનાં વિધાર્થીઓ દ્વારા પ્રાધ્યાપક નીરવ સુરતી અને ખ્યાતિ મોદી ના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. સફળ આયોજન બદલ કોલેજ ના ડાયરેકટર દીપેશ શાહ અને સોસાયટી ના ચેરમેન હેમંત દેસાઈ એ અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *