Friday, December 27News That Matters

પ્રશાસક પ્રફુલ પટેલ સહિતના મહાનુભાવોએ મોટી દમણ ગવર્મેન્ટ હાઉસ ખાતે જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સુરીશ્વરજી મહારાજના પ્રવચનનો લ્હાવો લીધો

સંઘપ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સુરીશ્વરજી મહારાજનું દમણમાં આગમન થયું છે,


પોતાના ત્રણ દિવસીય કાર્યક્રમના ત્રીજા દિવસે શ્રી પદ્મસાગર સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં મહિલાઓ માટે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું,


મોટી દમણ ગવર્મેન્ટ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સુરીશ્વરજી મહારાજે ઉપસ્થિત મહિલાઓને સદભાવના, નૈતિકતા, અને સંયમનો સંદેશ આપ્યો હતો, તેમજ હંમેશા ઉત્તપ્ત રહેતા મનને સક્રિય જીવનમાં કેવી રીતે શાંત રાખવું તે અંગે વિવિધ ઉદાહરણો આપીને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, આ સાથે નાના મોટા સૌ કોઈનો આદર કરવો, અને પ્રાચીન વારસાનું સમ્માન કરવું અને તેને જીવંત રાખવા અંગે ઉપદેશ આપ્યો હતો,


કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને જૈનાચાર્યએ મનને હંમેશા રિફ્રેશ કરતા રહેવાની સલાહ આપી હતી, કે જેથી શાંત બનેલું મન અભ્યાસમાં પરોવાય, કાર્યક્રમ પ્રસંગે દમણના પ્રશાસક પ્રફુલ પટેલ, સાંસદ લાલુભાઇ પટેલ, દમણની વિવિધ શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ સહીત મહિલાઓ ગૃહિણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જૈનાચાર્યના જીવન પ્રેરક પ્રવચનનો લ્હાવો લીધો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *