Friday, January 31News That Matters

વાપીમાં કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો, પોક્સો કેસમાં દુષ્કર્મના આરોપીને 7 વર્ષની સખ્ત કેદની સજા

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને વાપી કોર્ટે 7 વર્ષની સખ્ત કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. આરોપીએ એક સગીરા પર 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. નફ્ફટ નારાધમને કોર્ટે સજા ફટકારી હોવા છતાં પણ પોલીસ સાથે જતી વખતે હસતો જોવા મળ્યો હતો. 

 

 

આ મહત્વના કેસ અંગે વાપીની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં ચુકાદો અપાયો હતો. જે અંગે DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ કે. જે. મોદીએ આરોપી યુવકને સગીરા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં 7 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.

 

 

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતી 13 વર્ષીય સગીરાની માતા મજૂરી કામ કરે છે. સગીરા તેના કાકા સાથે રહેતી હતી. સગીરાની કાકીની તબિયત સારી ન હોવાથી સગીરા અને તેનો નાનો ભાઈ ઘરે એકલા હતા. જેની જાણ નજીકમાં રહેતો અનવર મિસ્ત્રી નામના નરાધમ યુવકને થતા મોડી રાત્રીએ સગીરાના ઘરનો દરવાજો ખખડાવી સગીરાએ દરવાજો ખોલતા ઘરમાં પ્રવેશી સગીરા સાથે 2 વખત દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ દુષ્કર્મ અંગે કોઈને જાણ કરશે તો તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી વહેલી સવાર સુધી સગીરાની બાજુમાં સુઈ ગયો હતો. નારાધમની નફટાઈ તો ત્યારે પણ જોવા મળી હતી જ્યારે સજાના ચુકાદા બાદ પોલીસ તેને લઈ જઈ રહી હતી ત્યારે આ નારાધમે જાણે કોઈ કૃત્ય કર્યું જ ના હોય તેમ હસતો જોવા મળ્યો હતો.

 

 

સગીરા સવારે ઊંઘ ઉડતા રૂમમાંથી બહાર આવીને રૂમનો દરવાજો બહારથી બંધ કરીને પાડોસીઓને ઘટનાની જાણ કરી હતી. તે દરમ્યાન અનવર મિસ્ત્રી ફ્લેટની બાલ્કનીમાંથી ભાગી છૂટ્યો હતો. સગીરાની માતાને ઘટનાની જાણ પોલીસ મથકે કરી હતી. પોલીસે 13 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી અનવર ઉર્ફે છોટુ લલન મિસ્ત્રી જાતે પઠાણની ધરપકડ કરી હતી.

 

 

આ કેસ વાપીની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા DGP અનિલ ત્રિપાઠી ગુજરાત હાઈકોર્ટનાં વિવિધ ચુકાદાઓ સાથે દલીલો કરતા તે દલીલોને નામદાર કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી વાપીની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ કે જે મોદીએ આરોપીને IPCની કલમ 452નાં ગુનામાં 7 વર્ષની સજા તથા 15 હજારનો દંડ અને જો દંડ નહિ ભરે તો વધુ 2 વર્ષની સખત સજા તથા પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનામાં 5 વર્ષની સજા અને 10 હજારનો દંડ અને જો દંડ નહિ ભરે તો વધુ 1 વર્ષની સજા કરતો હુકમ કર્યો છે. એ ઉપરાંત ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *