Friday, January 31News That Matters

વલસાડની ભિલાડ ચેકપોસ્ટ દારૂની તીવ્ર વાસથી ગંધાઈ, પોલીસે 2.96 કરોડના દારૂ-બિયર પર ફેરવ્યો રોલર

વલસાડ જિલ્લાની ભિલાડ ચેકપોસ્ટ પર બુધવારે દારૂ બિયરની બોટલો અને ટીનના ડબ્બાઓ પર પોલીસે રોલર ફેરવી 2.96 કરોડના જથ્થાનો નાશ કર્યો હતો. ચેકપોસ્ટ પર દારૂ-બિયર નો નાશ કરવામાં આવતા આલ્કોહોલની તીવ્ર વાસ સાથે આ પ્રવાહીની નદી વહી હતી.

વલસાડ જિલ્લો એ લિકર ફ્રી સ્ટેટ ગણાતા મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદને જોડતો ગુજરાતનો સરહદી જિલ્લો છે. આ વિસ્તારમાં મોટેપાયે દારૂની હેરાફેરી થાય છે. જેના પર વલસાડ જિલ્લા પોલીસ અનેકવાર તવાઈ બોલાવી મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરે છે. આવી જ પ્રોહીબિશન હેઠળની કાર્યવાહી દરમ્યાન છેલ્લા એક વર્ષમાં વલસાડ જિલ્લાના વલસાડ સીટી, વલસાડ રૂરલ અને ડુંગરી પોલીસ મથક દ્વારા જપ્ત કરેલો 2.96 કરોડના દારૂના જથ્થાને બુધવારે ભિલાડ ચેકપોસ્ટ ખાતે લાવી તેના પર રોલર ફેરવી નાશ કરાયો હતો.

 

ભિલાડ ચેકપોસ્ટ ખાતે વલસાડ જિલ્લાના SDM, DYSP, ભિલાડ PSI અન્ય પોલીસ મથકના PI, PSI ની હાજરી માં વલસાડ સીટી પોલીસ મથક, વલસાડ રૂરલ પોલીસ મથક અને ડુંગરી પોલીસ મથકમાંથી દારૂને ટ્રકમાં ભરી ને લાવવામાં આવ્યો હતો. તમામ અધિકારીઓની હાજરીમાં આ દારૂ બિયરના જથ્થાને જમીન પર પાથરી તેના પર રોલર ફેરવ્યું હતું. દારૂ-બિયરની બોટલો, ટીન પર રોલર ફરતા તેમાં રહેલા આલ્કોહોલ ની નદી વહેતી થઈ હતી. તેમજ તીવ્ર વાસથી ચેકપોસ્ટ નો વિસ્તાર માથું ફાડી નાખે તેવી દુર્ગંધની ગંધાયો હતો.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *