Friday, January 31News That Matters

ધરમપુર માલનપાડામાંથી 9 લાખનો કોસ્મેટીક સામાન ચોરનાર ગોધરાની તાડપત્રી ગેંગનો કુખ્યાત આરોપી ઝડપાયો

વલસાડ LCB/SOGની ટીમે ધરમપુર પો.સ્ટે વિસ્તારમાં દાખલ થયેલ 9,26,634 રૂપિયાની કિંમતના કોસ્મેટિક્સ ચીજવસ્તુઓની ચોરી કરી ટ્રકમાં ભરી ગોધરા લઈ ગયેલ તાડપત્રી ગેંગના એક આરોપીને પકડી પાડ્યો છે. <span;>પોલીસે આરોપીના કબજામાંથી કબજે કરેલ મુદ્દામાલ અલગ અલગ કંપનીના કન્ડીશનર તથા ક્રીમ, સાબુ, શેમ્પુ, પાઉડર, લીક્વીડ, બોડીલોશન, હેર ઓઈલ, ડુથપેસ્ટ જેવી કોસ્મેટીક ચીજવસ્તુઓ કિંમત રૂપિયા 3.70 લાખ ની તેમજ 10 લાખની ટ્રક મળી કુલ 13,70,909 નો મુદ્દામાલ કબજે કરેલ છે.

 

વલસાડ જીલ્લામાં ધરમપુરના રોહીત સુરેશભાઈ ભદ્રાએ 11/01/2023ના ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે તે હિન્દુસ્તાન લીવર કંપનીની ડિલરશીપ ધરાવે છે. અને ધરમપુર નાનાપોંઢા રોડ ઉપર આવેલ માલનપાડા ખાતે ઓધવરામ એન્ટરપ્રાઈઝ નામની પેઢી અને ગોડાઉનમાં હિન્દુસ્તાન લીવર કંપનીની જુદી – જુદી પ્રોડક્ટ જેવી કે કન્ડીશનર, ક્રીમ, સાબુ, શેમ્પુ, પાઉડર, લીક્વીડ, બોડીલોશન, હેરઓઈલ, ટુથપેસ્ટ જેવી કોસ્મેટીક ચીજવસ્તુઓના જથ્થા બંધ વેપારનો ધંધો કરે છે. જેના ગોડાઉનમાંથી રાત્રી દરમ્યાન મોઢા ઉપર કપડા બાંધી ચાર થી પાંચ અજાણ્યા શખ્સોએ ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો. જેઓએ ગોડાઉન માં રહેલ કન્ડીશનર, ક્રીમ, સાબુ, શેમ્પુ, વિગેરે મળી કુલ્લ રૂપીયા 9,26,634 ની કિમંતનો માલ સામાન ટ્રકમાં ભરી ચોરી કરી લઈ ગયા છે.

 

 

આ ચોર ટોળકીએ ચોરી કરતા પહેલા ગોડાઉનની અંદર તથા બહાર લગાવેલ CCTV કેમેરા ફેરવી નાખ્યા બાદ શટર ઉંચુ કરી ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો. આ બનાવમાં કોઈ ઓર્ગેનાઈઝ ગેંગની સંડોવણી હોવાનું પ્રાથમીક દ્રષ્ટીએ જણાઈ આવતું હતું. જેથી સુરત વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક પિયુષ પટેલ તથા વલસાડ જીલ્લાના પોલીસ અધિક્ષક ડૉ રાજદિપસિંહ ઝાલાની સુચના મુજબ વલસાડ LCB PI વી.બી.બારડ તથા SOG PI એસ.એસ.પવારના માર્ગદર્શન મુજબ LCB/SOGની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ગુન્હાની મોડસ ઓપરન્ડી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ જોતા આવા પ્રકારની ચોરીમાં પંચમહાલ જીલ્લાના ગોધરાની જુદી જુદી તાડપત્રી ગેંગના સભ્યો સંડોવાયેલ હોવાનું પ્રાથમીક તપાસમાં જણાઈ આવ્યું હતું. જેથી પંચમહાલ જીલ્લા ખાતે તપાસ માટે ટીમને મોકલવામાં આવી હતી. અને ગુન્હામાં ઉપયોગમાં લીધેલ ટાટા LPટ્રક નંબર GJ34-T-6395 ની ટ્રક સાથે આરોપી મહેબુબ કાળો સીદ્દીકી ને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કર્યો હતો. તથા આરોપી અને મુદ્દામાલનો કબજો વધુ તપાસ અર્થે ધરમપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

 

 

આ ગુનામાં વધુ ચાર આરોપીઓના નામ ખુલ્યા છે. ગુન્હામાં પકડાયેલ આરોપી મહેબુબ કાળો સીદ્દીકી જાતે ચાંદલીયા નાનો તાડપત્રી ગેંગનો સભ્ય છે અને ગુનાનો વોન્ટેડ આરોપી ઉમર ફારુક મુસા ચરખા ઘાંચી તાડપત્રી ગેંગનો લીડર છે. પકડાયેલ આરોપી મહેબુબ કાળો સીદીકી નાનો અગાઉ પણ હાઈવે ઉપર પાર્ક કરેલી ટ્રકોમાંથી તથા દુકાન / ગોડાઉનમાંથી સામાન ચોરી કરવાના ગુન્હામાં આઠેક વખત પકડાઈ ગયેલ છે. તેની સામે વલસાડ જીલ્લામાં વર્ષ 2020માં વાપી ટાઉન ખાતે નોંધાયેલ ફરિયાદમાં પણ SOG દ્વારા પકડવામાં આવ્યો હતો.

 

આરોપીઓ મોંઘી ચીજવસ્તુઓ ચોરી કરવાની ટેવ ધરાવે છે…….

આ આરોપીઓ રાત્રીના સમય દરમ્યાન અલગ અલગ જીલ્લાઓમાં પોતાના કબજાની મોટી ટ્રક લઈને જતા હતા. જેમાં મોંધી ચીજ-વસ્તુ ભરી પાર્કીંગ કરેલ બીજા ટ્રક/ટેમ્પાઓની તાડપત્રી તોડીને તથા મોટા ગોડાઉન/ દુકાનના શટરના તાળા તોડી અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓની ચોરી કરવાની ટેવવાળા છે. પકડાયેલ આરોપી મહેબુબ કાળો સીદ્દીકી જાતે ચાંદલીયા સામે ગોધરામાં 2, મોડાસામાં 1, સાગબારામાં 1, કરજણમાં 2, કઠલાલમાં 1, વાપીમાં 1 ગુન્હો નોંધાયેલ છે. વોન્ટેડ આરોપી ઉમર ફારુક મુસા ચરખા જાતે મુસ્લીમ ઘાંચી સામે અસલાલીમાં 2, માતર, પ્રાતીજ, વટવા, કરજણ, કઠલાલ, વાપીમાં 1-1 ગુન્હો નોંધાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *