Tuesday, October 22News That Matters

લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળા સરીગામના વિદ્યાર્થીઓની ક્રિકેટ ટીમ T-20 અન્ડર-16 ટૂર્નામેન્ટમાં રનર્સ અપ

વલસાડ જિલ્લામાં સરીગામ ખાતે આવેલ લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શાળાનું નામ રોશન કર્યું છે. વલસાડ જિલ્લામાં અન્ડર-16, T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પારડી ખાતે આયોજિત આ ટુર્નામેન્ટમાં લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહસભર ભાગ લીધો હતો. શાળાના બાળકોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા ફાઈનલ મેચ રમ્યા હતાં. જેમાં રનર્સ અપ ટ્રોફી મેળવીને શાળાનું ગૌરવ વધાર્યુ હતુ.


તાજેતરમાં વલસાડ જિલ્લામાં અતુલ-પારડી ખાતે<span;> અન્ડર-16, T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળાના તેમજ અન્ય શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહસભર ભાગ લીધો હતો. રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટમાં લક્ષ્મી ઇન્ટરનેશનલ શાળા સરીગામના બાળકોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ફાઈનલમાં પહોંચ્યા હતાં. જિલ્લાકક્ષાની ફાઇનલ મેચમાં શાળાના વિદ્યાર્થીઓએ રનર્સ અપ ટ્રોફી મેળવી શાળાનું નામ રોશન કર્યું હતુ.

 

 

દરેક સફળતામાં એક નવી સફળતાની ક્ષિતિજ છુપાયેલી છે……….

આ ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ લક્ષ્મી ઇન્ટરનેશનલ શાળાના આચાર્યએ બાળકો અને તેમના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી. સાથોસાથ શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાએ બાળકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, “વ્હાલા વિદ્યાર્થી મિત્રો દરેક સફળતામાં એક નવી સફળતાની ક્ષિતિજ છુપાયેલી હોય છે અને દરેક નિરાશામાં એક નવી આશા છુપાયેલી હોય છે.” તમે જીતની આશા સાથે ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને સફળ રહ્યા છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *