Sunday, December 22News That Matters

વાપી-પારડીના વિકાસના કામોને આગળ ધપાવવા કનુભાઈએ અધિકારીઓને ગાંધીનગર બોલાવી ચર્ચા કરી

ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં એમની ગાંધીનગરની ઓફિસ ખાતે, વાપીના વિવિધ કામો માટે વિભાગીય અધિકારીઓને રૂબરૂ બોલાવી ચર્ચા કરી વિકાસના કામો વહેલી તકે પુરી થાય તેવી તાકીદ કરી છે. 
ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગાંધીનગરની ઓફિસ ખાતે વાપી-પારડીના વિવિધ કામો માટેના વિભાગીય અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા હતાં. આ બેઠકમાં કનુભાઈએ રોડ, ઓવરબ્રિજ, વાપી હાઈવેના બલીઠા, મોરાઇ, બગવાડા, કરમબેલી, જે-ટાઈપ, વાપી રેલવે બ્રિજ, VIA ચાર રસ્તાથી કરવડ સુધી RCC રોડનું કાર્ય, ગોવિંદાથી બલીઠા સુધી RCC ગટરનું કાર્ય કરનાર દરેકે દરેક વિભાગના અધિકારીઓ અને દરેક વિભાગના કોન્ટ્રાકટરોને બોલાવી એમની સાથે રૂબરૂ ચર્ચા વિચારણા કરી હતી. જેમાં દરેક કામ જેમ બને એમ ઝડપથી પૂર્ણ કરવા તમામને સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં નેશનલ હાઇવે ના પ્રાદેશિક અધિકારી એન. એન. ગીરી અને આર એન્ડ બી ના સચિવ એસ. બી. વસાવા, ગુજરાત સરકારના નેશનલ હાઇવેના ચીફ એન્જિનિયર અને આર એન્ડ બી ના એડિશનલ સેક્રેટરી એચ.સી.મોદી, આર એન્ડ બી ના સુપ્રીટેન્ડિંગ એન્જિનિયર વસાવા – સુરત, સ્ટેટ હાઈવેના આશિષ ચૌહાણ અને હેમાબેન તથા વાપી, કરવડ, મોટાપોંઢા અને ખાનપુર રોડ તથા વાપી-દમણ, જે-ટાઈપ, બગવાડા, બલીઠા અને મોરાઇ ફ્લાયઓવર તેમજ છરવાડા અને ટુકવાડાનો રોડ અંડરપાસનું કાર્ય કરનાર એજન્સીના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) ના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, VIA ના માનદ મંત્રી અને વાપી નોટીફાઈડ એરિયાના ચેરમેન તેમજ વાપી ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, VIA ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર અને વી.જી.ઈ.એલ.ના ડાયરેક્ટર યોગેશભાઈ કાબરિયા અને VIA ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર મિલનભાઈ દેસાઈ તથા VIA ની નોટીફાઈડ એરિયા કમિટીના ચેરમેન અને નોટીફાઈડ ભાજપ પ્રમુખ હેમંતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *