Friday, January 31News That Matters

વાપીમાં ચાલી રહેલ શિવશક્તિ 11 કુંડિય યજ્ઞમાં આહુતિ આપવા ધર્મપ્રેમી જનતામાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

7મી જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી દરમ્યાન વાપીમાં શિવ-શક્તિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શુક્રવારે 6 જાન્યુઆરી એ 151 કળશ સાથેની ભવ્ય શોભાયાત્રા સાથે ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે 7મી જાન્યુઆરી એ યજ્ઞ નો પ્રારંભ થયો હતો. આ યજ્ઞમાં 11 યજમાનો યજ્ઞમાં બેસ્યા છે. જ્યારે અન્ય મોટી સંખ્યા માં ધર્મપ્રેમી જનતા યજ્ઞની પ્રદક્ષિણા અને આહુતિ આપવા આવી રહી છે
 
વાપી સહિત સમગ્ર દેશના લોકો કોરોના જેવી બીમારીના ભયથી મુક્ત બને તેવા ઉદ્દેશ્યથી બરુમાળના સદગુરુ ધામના મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદ સરસ્વતીની પ્રેરણાથી આયોજિત આ મહાયજ્ઞ 7મી જાન્યુઆરી થી પ્રારંભ થયો હતો. ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે યજ્ઞના યજમાન અને સંતો મહંતોના હસ્તે ધ્વજારોહણ તેમજ ભૂમિપૂજન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો બાદ હાલ બ્રહ્મણો દ્વારા શિવશક્તિ ના આહવાન સાથે હવન કરવામાં આવી રહ્યું છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં વાપી અને તેની આસપાસના લોકો ઉપસ્થિત રહી અનોખી અનુભૂતિના દર્શન કરી રહ્યા છે.
વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બરુમાળ સ્થિત સદગુરુ ધામના મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદજી સરસ્વતીની પ્રેરણાથી 11 કુંડિય 7 દિવસીય શિવશક્તિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 7મી જાન્યુઆરીથી આ મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. સ્વામી વિદ્યાનંદ સરસ્વતી, માગોદ આશ્રમના સ્વામી નિત્યાનંદ મહારાજ સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિમાં મહાયજ્ઞમાં 11 યજમાનોના હસ્તે યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો હતો. જે 13મી જાન્યુઆરીએ મહાપ્રસાદ સાથે પુર્ણાહુતી પામશે. ત્યારે આજના 5માં દિવસે યજમાનોએ હવનમાં બેસી આહુતિ અર્પણ કરી હતી. હવનમાં આહુતિ આપવા અને પ્રદક્ષિણા કરવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *