Tuesday, October 22News That Matters

વાપી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ટ્રાન્સપોર્ટ નગરની અને ટોલ ટેક્સની માંગણીઓનું વહેલી તકે નિરાકરણ આવશે

વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આયોજિત ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમનીમાં અખિલ ગુજરાત ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ રાજ્યપ્રધાન વાસણ આહીર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ટોલ પ્લાઝા પર 40 ટકા ટોલ લેવાની અને વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવા સહિત વિવિધ માંગણીઓ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વહેલી તકે પૂર્ણ કરશે તેવી ખાતરી આપી હતી.

 

 

વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (VTA) દ્વારા વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ- 6- 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ રાજ્યપ્રધાન વાસણ આહીર આ ટુર્નામેટન્ટની ક્લોઝિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે વાસણભાઇ આહિરે હાલમાં જ વાપી ટ્રક એસોસિએશન સહિતના એસોસિએશન અને ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની આગેવાનીમાં સરકારને 21 દિવસની મુદ્દતનું અલ્ટીમેટમ આપ્યું છે કે, જે ટોલ પ્લાઝાની મુદ્દત પુરી થઈ ગઈ છે તેમ છતાં તેવા ટોલ પ્લાઝા પર 100 ટકા ટેક્સ વસુલવામાં આવે છે તે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 40 ટકા જ વસુલવામાં આવે. જે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી ટ્રાન્સપોર્ટરો સાથે ન્યાય કરશે તેવું જણાવ્યું હતું.

 

જ્યારે, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ ભરત ઠક્કરે જણાવ્યું હતું કે, VTA ની સરકાર પાસે ઘણી માંગણીઓ છે. વાપીમાં ટ્રાફિકના સળગતા પ્રશ્નને હળવો કરવા ટ્રાન્સપોર્ટ નગર માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં આવે તે મુખ્ય માંગ છે. જે અંગે વાસણભાઇ નેતૃત્વમાં સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. કનુભાઈ દેસાઈ વર્ષ 2023માં ઓછા સમયમાં તેનું નિરાકરણ લાવશે તેવો વિશ્વાસ છે.

 

 

વાસણભાઇ આહિરે વધુમાં જણાવ્યું હતું લે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એ દેશના 70 ટકા ઉદ્યોગો સાથે સંકળાયેલ ઉદ્યોગ છે. જેમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે 18 વર્ષથી કાર્યરત છે જે તેનું સદભાગ્ય છે. આટલા મોટા ઉદ્યોગમાં નાની મોટી સમસ્યા આવતી રહેતી હોય છે. જેના નિરાકરણ માટે સરકાર પર સંપૂર્ણ ભરોસો છે.

 

 

ઉલ્લેખનીય છે કે, વાપીમાં કાર્યરત વાપી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં વલસાડ જિલ્લામાં 2000 જેટલા ટ્રાન્સપોર્ટસ જોડાયેલ છે. એ ઉપરાંત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના ઉદ્યોગોમાં આવાગમન કરતા ટ્રક પણ આ એસોસિએશન સાથે સંકળાયેલ છે. ત્રણેય પ્રદેશમાં દૈનિક 5 હજાર ટ્રકનું આવાગમન છે. જે દૈનિક 50 કરોડનું ટર્નઓવર ધરાવે છે. જેના પાર્કિંગ સહિતની વિવિધ સુવિધાઓ માટે 100 એકરની જમીન એસોસિએશને માંગી છે. જે માંગ વહેલી પૂર્ણ થાય તે જરૂરી છે. અમદાવાદ, ગાંધીધામ પછી વાપીમાં સૌથી વધુ ટ્રાન્સપોર્ટ અને ટ્રકનું આવાગમન થાય છે. સુરતના કાપડ માટે અને નાસિકમાં દ્રાક્ષને દેશના દરેક ખૂણે પહોંચતી કરવા વાપીથી ટ્રક ને મોકલવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *