વલસાડની પાંચેય વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારો જંગી લીડ સાથે વિજયી બન્યા છે. તમામ ભાજપના ઉમેદવારોએ આ ઐતિહાસિક લીડ અપાવવા બદલ મતદારોનો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સી.આર. પાટીલ સહિતના નેતાઓનો આભાર માન્યો હતો.
જિલ્લાની વિધાનસભા બેઠક પૈકી વલસાડ બેઠક પરનાં ભાજપના ઉમેદવાર ભરત પટેલે ઇતિહાસ રચ્યો છે. તો, સાથે સાથે પારડી, ઉમરગામ બેઠક પર પણ ભાજપે મોટી લીડ મેળવી ઇતિહાસ રચી દીધો છે. જે અંગે તેઓએ તેમની પ્રતિક્રિયા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, વલસાડની 5 બેઠકો આ પહેલા પણ ભાજપ પાસે હતી અને આ ચૂંટણીમાં ગત ટર્મ કરતા પણ વધુ લીડ મળતા ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.