Friday, October 18News That Matters

લોકશાહીના મહાપર્વમાં EMRI GREEN 108 સ્ટાફ દ્વારા મતદાન કરી અભૂતપૂર્વ ઉજવણી

તારીખ 01/12/2022 ના રોજ રાજ્યના મહાપર્વ સમાન ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન હતું. ત્યારે એક એક મત અતિ મહત્વનો હોય, એ વાત ધ્યાનમાં રાખીને EMRI GREEN HELTH SERVICE ના 108 સેવા તથા તમામ પ્રોજેક્ટના તમામ સ્ટાફ દ્વારા ખુબજ ઉત્સાહથી વોટિંગ કરવામાં આવ્યું હતું.
 મતદાન અંગે વિશેષ કાળજી રાખી દરેક સ્ટાફમિત્રોએ વોટિંગ કરીને લોકશાહીમાં ફાળો આપ્યો હતો. તે માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવામાં તેમજ ખિલખિલાટ, મોબાઈલ હેલ્થ યુનિટ, 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ, 10 મોબાઈલ વેટનરી ડિસ્પેન્સરી અને 181 અભયમ્ મહિલા હેલ્પ લાઈન સેવા માં વધારાનો રીલિવર સ્ટાફ મુકવામાં આવ્યો હતો.
રીલિવર સ્ટાફ દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે કોઈપણ કર્મચારી વોટ આપ્યા વગર રહી ન જાય. રીલિવર સ્ટાફ દ્વારા વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના દરેક લોકેશન પર મુલાકાત લેવામાં આવી હતી અને જો કોઈ સ્ટાફમિત્ર વોટિંગ માં બાકી હોય તો તે વ્યક્તિને વોટિંગ કરવા માટે થોડા સમય માટે રીલિવર દ્વારા રીલિવ કરવામાં આવ્યા હતા.

નોકરીની ફરજની સાથે મતદાનની ફરજ નિભાવી……

 

અત્રે નોંધનીય છે કે આયોજનનું માઈક્રો પ્લાનિંગ કરવા માટે ચૂંટણી પહેલા દક્ષિણ ગુજરાત (વલસાડ, નવસારી અને ડાંગ) ના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર દ્વારા એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કમલેશ પઢીયારએ સ્ટાફ દ્વારા 100 ટકા મતદાન થાય તે માટે સચોટ પ્લાનિંગ કરવા પર વિશેષ ભાર મુક્યો હતો અને માઈક્રો પ્લાનિંગ કરાવ્યું હતું. આમ 108 ઈમરજન્સી સેવા દ્વારા મહત્તમ મતદાન કરીને નોકરીની ફરજની સાથે રાષ્ટ્રભક્તિની મતદાનની ફરજ પણ ખુબજ ઉમદારીતે નિભાવવામાં આવી હતી.
સ્ટાફ સાથેના સુવ્યવસ્થિત તાલમેળથી EMRI GREEN HELTH SERVICES ના તમામ પ્રોજેક્ટમાં કાર્યરત કર્મચારીઓ દ્વારા મહત્તમ મતદાન થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. સમગ્ર યોજનાનું સંચાલન EME વિજય ગામીત, મયંક ચૌધરી, સંજય વાઘમરીયા, પ્રોજેકટ કો-ઓર્ડીનેટર નિમેષ પટેલ તેમજ સંજય ઢોલા દ્વાર ખૂબજ ચિવટપૂર્વક કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *