વાપી GIDC માં હાઇવે નંબર 48 પર મુંબઈથી અમદાવાદ તરફના રૂટ પર Gujarat Themis Biosyn Limited (GTBL) નામની કંપની આવેલી છે. અહીં જ સામેની સાઈડમાં UPL કંપની આવેલી છે. અહીંથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ, આસપાસના વિસ્તારમાં રહેતા લોકો, તેમજ અન્ય કંપનીઓમાં કામ કરતા કામદારો, સંચાલકો માટે છેલ્લા ઘણા સમયથી માથું ફાડી નાખતી દુર્ગન્ધ માથાનો દુઃખાવો બની છે.
UPL બ્રિજ તરીકે જાણીતા આ બ્રિજ આસપાસ આ અસહ્ય દુર્ગન્ધ છેલ્લા ઘણા સમયથી લોકો વેઠી રહ્યાં છે. તેમ છતાં તે અંગે કોઈ જ સંશોધન કરી દુર્ગંધ ફેલાવતી કંપની સામે કોઈ જ એજન્સી કે NGO (વાપી GIDC અને CETP ને છાશવારે બદનામ કરતી) સંસ્થા તરફથી કોઈ કાર્યવાહી-પગલાં લેવામાં આવ્યા નથી.

Gujarat Themis Biosyn Limited (GTBL) ને1981માં GICC લિમિટેડ અને Chemosyn (P) લિમિટેડ સાથે સંયુક્ત ક્ષેત્રની કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી. તેણે ઓગસ્ટ 1985માં ઉત્પાદન શરૂ કર્યું હતું. ત્યારબાદ જૂન 1991માં યુહાન ગ્રૂપ, દક્ષિણ કોરિયા અને ફાર્માસ્યુટિકલ બિઝનેસ ગ્રૂપ (India) લિમિટેડ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો. પાંચ સ્પર્ધાત્મક દવા કંપનીઓ- થેમિસ મેડિકેર લિ., કોપ્રાન લિ., અનંત એન્ડ કંપની, કેડિલા હેલ્થ કેર લિમિટેડ ((Zydus) અને લાયકા લેબ્સ લિમિટેડનું એક અનોખું કન્સોર્ટિયમ છે. તેનું 2007 થી Gedeon Richter Ltd, Hungary દ્વારા Themis Medicare Ltd. JV company નું સક્રિય રીતે સંચાલિત થાય છે.

વાપી GIDC ના 1st ફેઝ માં આ કંપનીનો વિશાળ અને મહત્વનો પ્લાન્ટ કાર્યરત છે. આ કંપનીમાં ટીબી માટે જાણીતી “Rifampicin” એટલે કે Rifamycin-S દવા બનાવતી intermediate કંપની છે. કંપની આ ઉપરાંત Lovastatin નામની દવા ઉત્પાદક કંપની છે.
થેમિસ એ સંશોધન-આધારિત ફાર્માસ્યુટિકલ કંપની છે. જે પેઇન મેનેજમેન્ટ, ક્રિટિકલ કેર અને એન્ટિ-ઇન્ફેક્ટિવ્સ જેવા એપ્લિકેશન ક્ષેત્રો માટે ઉત્પાદનોની વિશાળ શ્રેણીના ઉત્પાદનની વિશેષતા ધરાવે છે.

કંપની દ્વારા CSR ફંડ હેઠળ વિવિધ આરોગ્ય લક્ષી અને શિક્ષણલક્ષી કાર્યક્રમો કરી સેવાકીય સુવાસ ફેલાવે છે. પરંતુ આ કંપનીના પ્લાન્ટ સામેથી પસાર થતા લોકોએ અને કામ-ધંધો કરતા લોકોએ ભારે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે દેશમાં GPCB અને CPCB દ્વારા પ્રદુષણ મામલે અનેક નિયમો અમલમાં છે. પર્યાવરણીય પ્રદૂષણ એ મુખ્ય સમસ્યાઓમાંની એક છે. જે સીધી જીવો, ગ્રહ અને મનુષ્યના સ્વાસ્થ્યને અસર કરે છે. આ પ્રદૂષણ દરરોજ સામાજિક અને industrial વિકાસને કારણે વધે છે.

પ્રદુષણ ના પ્રકાર જોઈએ તો, 1 પર્યાવરણીય પ્રદૂષણ શું છે. 2 પ્રદૂષણના પ્રકારોમાં… પાણીનું દૂષણ, હવાનું પ્રદૂષણ, માટી પ્રદૂષણ, થર્મલ પ્રદૂષણ, કિરણોત્સર્ગી પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, પ્રકાશ પ્રદૂષણ, ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રદૂષણ, વિઝ્યુઅલ પ્રદૂષણ, ખાદ્ય પ્રદૂષણ છે. જો કે વાપીમાં કાર્યરત GTBL કંપની પર કોનો હાથ છે. અને તેની આ અસહ્ય દુર્ગંધ સામે કોણ આંખ આડા કાન નહિ પરંતુ કાન આડા હાથ કરાવે છે કે તેમની દુર્ગન્ધ કાબુ બહાર જઇ રહી છે? એ ચર્ચાનો વિષય બન્યો છે.
Oruzcip Eobilogem wbk.qekv.aurangatimes.com.cbu.wi http://slkjfdf.net/
Sifitic Aruvodug ewq.gkdb.aurangatimes.com.sjy.ij http://slkjfdf.net/
Ubayea Utiige yox.dfyl.aurangatimes.com.itq.wz http://slkjfdf.net/
Anyodor Emopabaf owa.tqmh.aurangatimes.com.cck.mg http://slkjfdf.net/
Irejovil Ateuwoka qvf.rnug.aurangatimes.com.kqt.tn http://slkjfdf.net/