Friday, January 31News That Matters

ચૂંટણીના ‘સંકલ્પ પત્ર’ પહેલા “અગ્રેસર ગુજરાત કેમ્પેઇન” અંતર્ગત વલસાડ જિલ્લા ભાજપ પાંચેય વિધાનસભામાં મુકશે 65 અભિપ્રાય બોક્સ

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ ગુજરાત દ્વારા “સંકલ્પપત્ર” જાહેર કરતા પહેલા ગુજરાતની જનતાનો અભિપ્રાય જાણવા “અગ્રેસર ગુજરાત કેમ્પેઇન” લોન્ચ કરી છે. 5મી નવેમ્બરના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના વરદ હસ્તે લોન્ચ થયેલ આ “અગ્રેસર ગુજરાત કેમ્પેઇન” ની વિગતવાર માહિતી આપવા વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે જિલ્લા અધ્યક્ષ હેમંત કંસારાની અધ્યક્ષતામાં “પત્રકાર પરિષદ” નું આયોજન કરવામાં હતું.
ચૂંટણીના ‘સંકલ્પ પત્ર’ પહેલા “અગ્રેસર ગુજરાત કેમ્પેઇન” અંગે હેમંત કંસારા એ જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા શરૂ કરવામાં આવેલ “અગ્રેસર ગુજરાત કેમ્પેઇન” હેઠળ વલસાડ જિલ્લાના વિધાનસભા વાઇઝ કુલ 65 અભિપ્રાય બોક્સ મૂકવામાં આવનાર છે. આ અભિપ્રાય બોક્સ વિવિધ મંડળોના હોદેદારો  લોકોની વચ્ચે જઈ તેમના અભિપ્રાય મેળવશે. આ સાથે જ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો જિલ્લાના તમામ ધારાસભ્યો, સંસદસભ્ય તેમજ ચૂંટાયેલી પાંખના સભ્યો લોકો વચ્ચે જઈ આ અભિપ્રાય બોક્સમાં તેમનો અભિપ્રાય મેળવી લોકો દ્વારા આપવામાં આવેલ તમામ અભિપ્રાયો મેળવી લીધા બાદ પ્રદેશ ખાતે મોકલી આપશે.
લોકોના અભિપ્રાય મુજબ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા વિધાનસભા 2022 ની ચૂંટણી અંતર્ગત “સંકલ્પ પત્ર” જાહેર કરવામાં આવશે, આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપ ના મહામંત્રી શિલ્પેશ દેસાઈ, કમલેશ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિતેશ પટેલ, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ, પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *