Friday, January 31News That Matters

‘એક દિન ખુલ કે જીઓ’ પોદારમાં પેરેન્ટ્સએ પાડ્યો પરસેવો, બાળપણની જૂની રમતો રમી બચપન યાદ કર્યું

વાપી નજીક ટુકવાડા ગામમાં આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અનોખા રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોએ નહિ પરંતુ તેમના માતાપિતાએ 80-90ના દાયકાની બાળપણમાં રમેલી રમતો રમી બાળપણના દિવસો તાજા કર્યા હતાં.

 

 

વાપી નજીક ટુકવાડા ગામ ખાતે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા શાળાના 800 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ માટે ‘એક દિન ખુલ કે જિઓ’ ની થીમ પર વિન્ટર સ્પોર્ટસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ ને બદલે તેમના માતાપિતાએ રમેલી બાળપણની 14 જેટલી રમતો રમાડી બાળપણના દિવસોને યાદ કરાવ્યા હતાં.

 

 

આ અનોખી થીમ અંગે શાળા ના પ્રિન્સીપાલ અનુપમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આજના મોબાઈલ-લેપટોપના ડિજિટલ યુગમાં 80-90 ના દાયકાની સટોળીયું, રસ્સી ખેંચ, ટાયર ફેરવવું, સ્લો સાયકલ રેસ, કેરમ, ટેબલ ટેનિસ જેવી 14 જેટલી રમતો વિસરાઈ ગઈ છે. માતાપિતા બાળકોના ઉજળા ભવિષ્ય ને લઈ ઘર પરિવારને સમય આપી નથી શકતા. કમાણીની સતત દોડધામમાં બાળક સાથે રમી બાળપણ યાદ કરવાનું વિસરી ચુક્યા છે. ત્યારે, આ શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં તેઓ પણ બાળપણની જૂની રમતો રમી એક દિવસ ખુલીને જીવી શકે તે માટે આ આયોજન કરી ભુલાયેલી 14 જેટલી રમતો ફરી યાદ અપાવી હતી.

 

 

શાળા તરફથી આયોજિત એક દિન ખુલ કે જીઓ થીમ હેઠળ 800 જેટલા માતાપિતાએ આ રમતોત્સવ માં ઉમળકાભેર ભાગ લીધો હતો. જે અંગે આલોક જીતેન્દ્ર પટેલ સહિતના વાલીઓએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શાળાના આ સુંદર કાર્યક્રમેં ફરી એક વાર બાળક બનવાનો મોકો આપ્યો હતો. બાળપણની ભુલાયેલી એ રમતો રમવાનો લ્હાવો લીધો હતો. આ રમતો રમતી વખતે બાળપણના એ જુના દિવસો માનસપટ પર ફરી તાજા થયા હતાં. મોબાઈલ લેપટોપ ના ડિજિટલ યુગમાં તમામે વિવિધ રમતો રમી અનોખા આનંદનો એહસાસ કર્યો હતો.

 

 

વાલીઓએ જણાવ્યું હતું કે, શાળા પ્રબંધક સમક્ષ આવા આયોજન અંગે રજુઆત કરવામાં આવી હતી. જે બાદ આ અનોખા રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. બાળપણ માં જે રમતો રમી આજે માતાપિતા બન્યા છીએ તે રમતો ફરી રમી છે. અને આ એક દિવસ જાણે ખુલીને જીવ્યા હોય તેવો એહસાસ કર્યો છે. આવી રમતોનું આયોજન દરેક શાળામાં થાય તો મોબાઈલ યુગમાં દરેક માતા પિતા તેના બાળપણની રમતો રમી મનને પ્રફુલ્લિત રાખી શકે છે.

 

 

ઉલ્લેખનીય છે કે પોદાર સ્કૂલ ખાતે એક દિન ખુલ કે જીઓ થિમને જબબર પ્રતિસાદ સાંપડ્યો હતો. બાળકોના 800 જેટલા માતાપિતાએ તેમના બાળપણની રમત એવી સતોળિયું, સ્લો સાયકલિંગ, રસ્સી ખેંચ, કેરમ, ટેબલ ટેનિસ, ટાયર રેસ જેવી રમતો રમી પરસેવો પાડવા સાથે ફરી એકવાર બાળક બની બાળપણને યાદ કર્યું હતું.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *