Friday, January 31News That Matters

દમણની એન્જીનીયરીંગ કોલેજમાં IIT મુંબઈના નિષ્ણાંત દ્વારા વિદ્યાર્થીઓ માટે તકનીકી માર્ગદર્શનના સેમિનારનું આયોજન

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ, સરકારી એન્જિનિયરિંગ કોલેજ, દમણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષા વિભાગે IIT  મુંબઈ ના સહયોગથી અતિથિ વ્યાખ્યાનોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશ સાથે  વૈશ્વિક સ્તરે પણ સૌથી પ્રખ્યાત તકનીકી સંસ્થાઓમાંની એક એવી IIT મુંબઈના સહયોગ સાથે દમણમાં સરકારી એન્જીનીયરીંગ કોલેજ ખાતે વ્યાખ્યાન શ્રેણીના ભાગરૂપે, 5 અને 6  નવેમ્બર 2022 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી એન્જિનિયરિંગ કોલેજ, દમણના સેમિનાર હોલમાં આઈ આઈ ટી મુંબઈ ના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ડૉ. અનિલ કુલકર્ણી દ્વારા નિષ્ણાત સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં પાવર સિસ્ટમ્સ, પાવર સપ્લાય સિસ્ટમ અને પાવર સિસ્ટમ ઘટકોનું માળખું વિષય પર લેક્ચર આપવામાં આવ્યું હતું. ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને આ પ્રવચનોથી ઘણો ફાયદો થયો હતો. તેઓએ આઈ આઈ ટી મુંબઈ ના પ્રોફેસર સાથે વાર્તાલાપ કરીને ખુશી વ્યક્ત કરી હતી. સિવિલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ માટે ચાલુ સેમેસ્ટર દરમિયાન અન્ય લેક્ચર્સ પણ શેડ્યૂલ કરવામાં આવ્યા છે.

આ પ્રવચન પ્રશાસકની દૂરંદેશી દ્રષ્ટિનો ભાગ છે જે  કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવને તબીબી, ટેકનિકલ, ફેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કાનૂની શિક્ષણના ક્ષેત્રમાં  વિશ્વ સ્તરીય શિક્ષણ પ્રદાન કરતા પ્રદેશના અગ્રણી શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવાની દીર્ઘદ્રષ્ટિ પ્રદાન કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *