Friday, January 31News That Matters

મોરાઈ ગામે તળાવ ખોદવાના કોન્ટ્રાકટ પેટે 7 લાખની લાંચ ના 2 લાખ લેવા ગયેલ સરપંચના મળતીયા ને ACB એ દબોચી લીધો

વાપી તાલુકાના મોરાઇ ગામની ગ્રામપંચાયત કચેરીની સામે આવેલ વ્રજવાટીકા એપાર્ટમેન્ટમાં ACB એ લાંચ નું છટકું ગોઠવી ગામના સરપંચ પ્રતીક પટેલ વતી 2 લાખની લાંચ સ્વીકારનાર જગદીશ પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ACB ના આ છટકામાં મોરાઈ ગામના સરપંચે ગામના તળાવ ને ઊંડું કરવાના કોન્ટ્રાકટ પેટે 10 લાખની લાંચ ની માંગણી કરી હતી. જે રકઝકના અંતે 7 લાખમાં નક્કી કરી હતી. જે પેટેના 2 લાખ લેવા સરપંચે પોતાના મળતીયાને મોકલ્યો હતો.
વલસાડ જિલ્લામાં ચકચાર જગાવતી લાંચ ની આ ઘટના અંગે ACB એ વિગતો આપી હતી. એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી કે મોરાઈ ગામના સરપંચ પ્રતિકભાઇ રમેશભાઇ પટેલ સાથે બાલદી તાળવ ઉંડુ કરવા અંગે ખોદકામનો કોન્ટ્રાક્ટ મેળવવા વાતચીત કરી હતી. જેમાં ખોદકામનો કોન્ટ્રાક્ટ આપવા અંગે ગ્રામપંચાયતમાં ઠરાવ કરી કોન્ટ્રાક્ટ આપવાના અવેજ પેટે સરપંચ પ્રતિકે પ્રથમ દસ લાખની લાંચની માંગણી કરી હતી.
સરપંચનો મળતીયો જગદીશ પટેલ……..
રકઝકના અંતે સાત લાખ આપવાનું નક્કી કર્યું હતું. જે લાંચની માંગણી કરતા ફરીયાદીએ હાલ બે લાખની સગવડ થાય તેમ હોવાનું જણાવતા સરપંચ પ્રતિકે તે સ્વીકારવા હા પાડેલ. જે રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ ACB નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદના આધારે ટ્રેપીંગ અધિકારી ડી. એમ. વસાવા, પોલીસ ઇન્સ્પેકટર, વલસાડ અને ડાંગ તથા સ્ટાફે સુપરવિઝન અધિકારી આર. આર. ચૌધરી, મદદનીશ નિયામક, ACB સુરત એકમના સહયોગમાં છટકું ગોઠવ્યું હતું.
સરપંચ પ્રતિક પટેલ……
જે છટકા આધારે ફરિયાદીએ લાંચીયા સરપંચ સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. જેમાં સરપંચ પોતે બહાર ગયેલ હોવાનું જણાવી લાંચની રકમ લેવા બલ્લુ ઉર્ફે જગદીશભાઇ ધીરૂભાઇ પટેલને મોકલ્યો હતો. જેણે ફરીયાદીનો મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરી ફરીયાદીની ઓફીસમાં આવી 2 લાખની લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયો હતો. ACB ની ટીમે બન્ને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરીયાદી પાસે લાંચની માંગણી કરી હોય જેમાં એક આરોપી સ્થળ ઉપર પકડાઇ ગતો હોય તેની સામે કાર્યવાહી હાથ ધરવા સાથે સરપંચ પ્રતીક ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement…….
ઉલ્લેખનીય છે કે ACB એ હાલમાં જ દિવાળી પહેલા ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામપંચાયત ના સરપંચ અને ક્લાર્ક ને 12 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતાં. જે બાદ ફરી એકવાર મોરાઈ ગામના સરપંચે લાખો ની લાંચ માંગતા તેને પણ દબોચી લઈ મહત્વની સફળતા મેળવી છે. જ્યારે જિલ્લાના અન્ય લાંચીયા સરપંચો માં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *