Sunday, December 22News That Matters

વાપી પાલિકાએ વેરો નહિ ભરનાર મિલકત ધારકો સામે લાલ આંખ કરી, 4 દુકાનોને સિલ કરતા ફફડાટ

વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અને ઘણા લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્ષ નહિ ભરતા મિલકતધારકો સામે પાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત વાપીના બે કોમ્પલેક્ષની ચાર દુકાનોને સીલ કરી દેવામાં આવતા અન્ય બાકીદારોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. 
વાપી નગરપાલિકા ના તમામ વોર્ડમાં રહેતા એવા મિલકત વરો નહીં ભરનારા બાકીદારોને વેરો ભરવા હાલમાં પાલિકા ના વેરા વસૂલી વિભાગ દ્વારા નોટીસો આપવામાં આવી રહેલ છે. જે અંતર્ગત વાપીમાં ને.હા.નં.48 પાસે આવેલ ભવ્ય આર્કેડ તથા યમુના કોમ્પ્લેક્ષ બિલ્ડિંગમાં ઘણા વર્ષોથી બાકી વેરો નહી ભરતા મિલકતધારકોને પણ નોટિસો પાઠવવામાં આવી હતી.
જે આ  બિલ્ડિંગોના બાકીદારોને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 132 ની પેટા કલમ  (3) હેઠળ 15 દિવસમાં બાકી લેણી રકમ ભરવા નોટીસ આપવામાં આવેલ હતી. જેમાંથી 4 બાકીદારોએ નોટીસની અવગણના કરી બાકી વેરાની રકમ ભરપાઈ ના કરતાં નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેશભાઈ પટેલના માર્ગદર્શનમાં ટેક્ષ સુપરિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર અને ટેક્ષ ઇન્સ્પેક્ટર દીપક ચભાડિયા તથા ઘરવેરા વિભાગની ટીમ દ્વારા મિલકતોને તાળાં મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં વાપીમાં ને.હા.નં.48 પાસે ભવ્ય આર્કેડની બે દુકાન તથા ગોકુલ વિહારની બાજુમાં યમુના કોમ્પ્લેક્ષ બિલ્ડિંગની બે દુકાન મળી કુલ 4 મિલકતોને તાળાં મારવામાં આવેલ હતા. જેને લઇ વાપી નગરપાલિકા ના તમામ 11 વોર્ડના મિલકત ધારક પૈકીના જેવો એ મિલકતનો વેરો નહીં ભર્યો હોય અને વર્ષોથી નથી ભરતા તેવા ભાગીદારોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
વાપી નગરપાલિકાએ સપ્ટેમ્બર-22 માસ સુધીમાં કુલ માંગણું રૂ.1726.79 લાખ સામે કુલ વસૂલાત રૂ.1107.56 લાખ મેળવીને 64.14 % વસૂલાત કરી લીધી છે. અને મિલકતધારકોના સહયોગથી વાપી નગરપાલિકા હાલમાં દક્ષિણ ગુજરાતની નગરપાલિકાઓમાં વેરા વસૂલાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *