Sunday, December 22News That Matters

બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વાપીમાં 2જી ઓક્ટોબરે બાઇક રેલીનુંં અને 8મી ઓક્ટોબરે શિવાની દીદીના પ્રવચનનું આયોજન

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની વાપી શાખા દ્વારા આગામી 2જી ઓક્ટોબર ગાંધી જયંતીના દિને 75મી આઝાદી પર્વના અમૃત મહોત્સવ સંદર્ભે  75 બાઇક સવાર સાથે સડક સુરક્ષા અભિયાન યોજી લોકોને જાગૃત કરશે. જે બાદ 8મી ઓક્ટોબરે જાણીતા આંતરરાષ્ટ્રીય વક્તા શિવાની દીદીનું આધ્યાત્મિક પ્રવચનનો લોકોને લ્હાવો મળે તેવું આયોજન કર્યું છે. જે માટે વાપી શાખાના રશ્મિ દીદીએ પત્રકાર પરિષદ યોજી આ બંને મહત્વના કાર્યક્રમો અંગે વિગતો આપી હતી.  
વાપી શાખા ખાતે કાર્યક્રમોની વિગતો આપતા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના રશ્મિ દીદીએ જણાવ્યું હતું કે, તારીખ 2 ઓક્ટોબર ગાંધીજયંતી રવિવારના દિવસે 75માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે બ્રહ્માકુમારી સંસ્થાની ટ્રાન્સપોર્ટિં વિંગ દ્વારા વાપીમાં એક સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત ભારત અભિયાન અંતર્ગત બાઇક રેલીનું આયોજન કર્યું છે.
લોકોને સડક સુરક્ષા અંગે જાગૃત કરવાના ઉદેશયથી આયોજિત આ રેલીને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો વાપીના ચલા ખાતે આવેલ માહેશ્વરી ભવન ખાતેથી પ્રસ્થાન કરાવશે જે વાપીના વિવિધ વિસ્તારમાં ફરી પાલિકા પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સોનોરસ ખાતે સમાપન થશે. બાઇક રેલીમાં 75 બાઈક સવારો વિવિધ સડક સુરક્ષાના સ્લોગન સાથે લોકોમાં જાગૃતિ ફેલાવશે.
તો 8મી ઓક્ટોબરે VIA હોલ ચાર રસ્તા GIDC વાપી ખાતે બી. કે. શિવાની દીદીનું આધ્યાત્મિક પ્રવચન રાખવામાં આવ્યું છે. શિવાની દીદી આંતરરાષ્ટ્રીય વક્તા છે. જે ‘નઈ સોચ નઈ પ્રગતિ’  એ વિષય પર વક્તવ્ય આપશે. VIA ઓડિટોરિયમ ખાતે આયોજિત આ વક્તવ્ય કાર્યક્રમ પ્રસંગે પણ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, VIA પ્રમુખ કમલેશ પટેલ, પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત ગાંધીવાદી ગફુરભાઈ બીલખિયા તથા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય રોટરી પ્રમુખ કલ્યાણ બેનર્જી, વાપી મામલતદાર ખાસ ઉપસ્થિત રહેશે. 8 ઓક્ટોબરના શનિવારે સવારે સાડા છ થી સાડા આઠ વાગ્યા વચ્ચે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *