Friday, October 18News That Matters

વલસાડ રૂરલ પોલીસે દિવસની ઘરફોડ ચોરી કરનાર રીઢા ઘરફોડ ચોરને ઝડપી અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો 

વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગુંદલાવ, ઘડોઇ ફાટક નજીક બંધ ફલેટનું તાળું તોડી કબાટની તિજોરીમા રાખેલ 60 હજારના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયેલા શૈલેન્દ્રકુમાર ઉર્ફે એસ.કે ઓમપ્રકાશ શર્માની રાજસ્થાનથી ધરપકડ કરી છે. વલસાડ રૂરલ પોલીસે પકડેલ રીઢા ચોર સામે સુરતના ઉમરા, અડાજણ, અમદાવાદના વેજલપુરમાં ચોરી, દારૂની હેરાફેરી સહિતના અનેક ગુન્હા નોંધાયેલ છે.
પકડાયેલ આરોપી દિવસ દરમ્યાન સોસાયટી તથા એપાર્ટમન્ટમાં ફરી ચોરી કરવા બંધ મકાનને ટાર્ગેટ કરી તે મકાનના આજુબાજુના ફલેટને બહારથી અડાગરા મારી ફલેટનુ તાળુ તોડી સોના, ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરતો હતો. વલસાડ રૂરલ પોલીસની ટીમેં ગણતરીના દિવસોમાં વણશોધાયેલ દિવસની ઘરફોડ ચોરીનો ગુનો શોધી મહત્વની સફળતા મેળવી છે.
મકાન માલિક જયેશ પટેલે નોંધાવી હતી ચોરીની ફરિયાદ….
ગત 26 ઓગસ્ટના વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગુંદલાવ, ઘડોઇ ફાટક નજીક જમનાનગર આસોપાલવ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલ બંધ ફલેટ નં. A-203ના દરવાજાનું તાળું તોડી ફલેટમાં પ્રવેશી કબાટની તિજોરીમા રાખેલ સોનાનુ બિસ્કીટ 10 ગ્રામ તથા છોકરીઓની સોનાની ચેઇન તથા કાનની બુટ્ટી તથા રોકડા રૂ ! 10,000/ – તથા મંદીરમાં રાખેલ ભગવાની ચાંદીની મુર્તી વિગેરે મળી કુલ કિ.રૂ ! 60,000 ની મત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ મકાન માલિક જયેશ પટેલે નોંધાવી હતી.
PI એસ.એસ.પવારે જુદી જુદી ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી…….
આ ફરિયાદ આધારે ગુન્હો દાખલ કરી PI એસ.એસ.પવારે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદિપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એન.પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ જુદી જુદી ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યાના આજુબાજુના તથા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન વિગેરેના સીસીટીવી કેમેરાઓ ચેક કરી તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઘરફોડ ચોરી કરનાર ઇસમ અંગે માહિતી મેળવી હતી.
આ ચોરી મૂળ રાજસ્થાનનો અને અમદાવાદમાં રહેતા આરોપી શૈલેન્દ્રકુમાર ઉર્ફે એસ.કે ઓમપ્રકાશ શર્માએ કરી હોવાની વિગતો મળતા તેની તપાસ કરી આરોપીને પોતાના વતન રાજસ્થાન ખાતેથી પકડી પાડ્યો હતો. અજમેર શહેર, રાજસ્થાન ખાતેથી પકડાયેલ આરોપી શૈલેન્દ્રકુમાર ઉર્ફે એસ.કે ઓમપ્રકાશ શર્માએ ચોરીની ગુન્હો કબૂલી લેતા તેને નામદાર કોર્ટમાં રજુ કરી 4 દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ રીઢા ચોર સામે ચોરી, દારૂની હેરાફેરીના અનેક ગુન્હા……..
પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરત શહેર ઉમરા, અડાજણ, અમદાવાદ શહેરના વેજલપુર, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ચોરી, દારૂની હેરાફેરી સહિતના અનેક ગુન્હા નોંધાયેલ છે. આ કામગીરી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.પવારના માર્ગદર્શન હેઠળ ASI વિક્રમભાઇ મનુભાઇ, પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ કનકસિંહ, હિતેશભાઇ પરષોતમભાઇ, વિષ્ણુ ગીરધારી લાલ, કેવલભાઇ લીલાભાઇ, સુરેશભાઇ ચંદુભાઇ, માધુભાઇ કનુભાઇએ પ્રશંસનિય કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *