Sunday, March 16News That Matters

વાપી GIDC માં આવેલ સુપ્રીત ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં લાગી આગ

વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ સુપ્રીત કેમિકલ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીમાં શુક્રવારે સવારે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટના બાદ સતત 2 કલાકથી ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. મળતી વિગતો મુજબ આગ ની ઘટના માં જાનહાની ટળી છે.
વાપી GIDC માં 3rd ફેઝ વિસ્તારમાં કાર્યરત સુપ્રીત ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ની સુપ્રીત કેમિકલ કંપનીમાં શુક્રવારે વહેલી સવારે 8 વાગ્યા પહેલા અચાનક આગની જ્વાળા દેખાતા કામદારોમાં અફરાતફરી મચી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર ને બોલાવવા જાણ કરવામાં આવી હતી. જો કે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય અંદર જ્વલનશીલ પદાર્થ હોય આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગનો કોલ આવતા વાપી નોટિફાઇડ, વાપી નગરપાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે સતત બે કલાકથી ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આગની ઘટના બાદ પોલીસે સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર કોર્ડન કરી દીધો છે. આગમાં કોઈ જાનહાની થઈ હોવાની વિગતો હાલ મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *