Friday, January 31News That Matters

વાપી-દમણ રેલવે બ્રિજ પર પડેલા મસમોટા ખાડાને કારણે રીક્ષા-ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત, ટેમ્પો નીચે ખાબકતા માંડ બચ્યો!

વાપીના રેલવે ઓવર બ્રિજ ઉપર બપોરના સમયે રિક્ષા અને આઈશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલક ઘાયલ થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટેમ્પો બ્રિજની પારાપેટ તોડી નીચે ખાબકતા માંડ માંડ બચ્યો હતો. ચોમાસાને કારણે બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું કારણ બન્યા હતાં.

 

વાપી-દમણને જોડતા વાપી રેલવે ઓવર બ્રિજ હાલ બિસ્માર હાલતમાં છે. બ્રિજ પર મસમોટા ખાડા અનેક વાહનોમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે, બુધવારે આવા જ ખાડાઓને કારણે GJ15-AV-0627 નંબરના આઈશર ટેમ્પો અને GJ15-AV-9493 નંબરની રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષાને ટક્કર મારી ટેમ્પો બ્રિજ પરની પારાપેટ સાથે અથડાયો હતો. જેમાં બ્રિજની પારાપેટ તુટી જતા તેનો કાટમાળ નીચે પડ્યો હતો. જ્યારે ટેમ્પો નીચે પડતા બચી ગયો હતો. ઘટનામાં રીક્ષા ચાલક ઘાયલ થતા તેને સારવાર માટે વાપી ચલા PHC પર મોકલવામાં આવ્યો હતો.
મળતી વિગતો મુજબ આઇશર ટેમ્પાનો ચાલક આ ખાડાવાળા બિસ્માર બ્રિજ પર ઓવરટેક કરવા જતો હતો ત્યારે, સામેથી આવતી રીક્ષા સાથે અથડાયો હતો. અકસ્માતની ઘટના બનતા બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેની જાણકારી વાપી પોલીસ અને હોમગાર્ડ જવાનોને થતા તેઓએ બ્રિજ પરનો ટ્રાફિક હળવો કરવા અકસ્માત થયેલા બંને વાહનોને ટોઇંગ કરી બ્રિજ નીચે ઉતારી વાહનવ્યવહાર યથાવત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *