Friday, January 31News That Matters

ગુજરાત પોલીસે મોબાઈલ-વાહનની ચોરી માટે શરૂ કરેલ e-FIR અંગે વાપીમાં ASP દ્વારા નગરજનોને જાગૃત કરવામાં આવ્યા

સમગ્ર ગુજરાતમાં પોલીસ વિભાગ દ્વારા e-FIR સિટીઝન ફર્સ્ટ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ એપ્લિકેશન દ્વારા જે પણ ફરિયાદીના મોબાઈલ કે વાહનની ચોરી થઈ જાય ત્યારે પોલીસ સ્ટેશન સુધી જવાને બદલે જે તે સ્થળેથી જ ઓનલાઈન FIR નોંધાવી શકે છે. એ માટે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદેશયથી વાપીમાં VIA ઓડિટોરિયમ ખાતે વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાં અને વાપી ટાઉન, વાપી GIDC, ડુંગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓએ માહિતી માર્ગદર્શન આપ્યું હતું.
વાપી VIA ખાતે આયોજિત e-FIR સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોર્ટલ અંગે ASP શ્રીપાલ શેષમાએ જણાવ્યું હતું કે, હાલ આ પોર્ટલ હેઠળ મોબાઈલ ચોરી અને વાહન ચોરીની ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાશે. આગામી દિવસોમાં આ એપ્લિકેશનને વધુ સુગમ બનાવવામાં આવશે. જે ફરિયાદી e-fir નોંધાવશે તેની વિગત જે તે સ્થાનિક પોલીસ મથકના રેકર્ડ પર લેવાશે. જે બાદ તપાસ અધિકારી 1 મહિનામાં તે કેસ અંગે કેટલી પ્રોસેસ થઈ છે. ચોરી થયેલ મોબાઈલ કે વાહનની કોઈ ભાળ મળી છે કે કેમ તે તમામ વિગતો આપશે.
આ એપ કઈ રીતે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવી, કઈ રીતે તેમાં e-fir લખવી કઈ કઈ વિગતો અને દસ્તાવેજ અપલોડ કરવા તે તમામ વિગતોથી ઉપસ્થિત નગરજનોને માહિતગાર કરવામાં આવ્યાં હતા. જેમ કે,
http://10,10,8.6:8180/ portal google Chrome માં જ દાખલ કરવું, ત્યારબાદ USER-avtandon અને PASSWORD-Tata@123 દાખલ કરી સિટીઝન પોર્ટલમાં નાગરીક તરીકે લોગીન કરવાનું રહેશે. ઈ-એફ.આઈ.આર માટે વાહન ચોરી અને મોબાઈલ ચોરીના MENU પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમામ જરૂરી વિગતો ભરી જે તે જીલ્લા શહેર અને પોલીસ સ્ટેશન પસંદ કરી જરૂરી દસ્તાવેજ એટેચ કરી અરજી સબમીટ કરવાથી પોલીસ સ્ટેશનમાં અરજી જશે.
આ અરજી પસંદ કરેલા પોલીસ સ્ટેશનમાં જશે ત્યારે પોલીસ FIR નુ ફોર્મ ઓપન કરશે અને પોર્ટલથી આવેલ તમામ વિગત આપ મેળે FIR ફોર્મમાં આવી જશે અને તેમાં જરૂર જણાય તો સુધારા વધારા કરી FIR સબમિટ કરી શકશે. જેની જાણ SMS થી ફરિયાદીને થશે. ઓનલાઈન FIR અંગેના આ જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરજનોએ અન્ય કેસ સંબંધિત ઓનલાઈન FIR કરી શકાય કે નહીં? ગુજરાત સિવાયના રાજ્યમાંથી FIR કરી શકાય કે નહીં? તેવા પ્રશ્નો પૂછ્યા હતાં. જેના જવાબ માં ASP એ જણાવ્યું હતું કે હાલ આ એપ માત્ર ગુજરાત પોલીસ પૂરતી સીમિત છે. આવનારા દિવસોમાં તેનો વ્યાપ વધશે. તો નગરજનોએ મહિલાઓ સાથે થતી અઘટિત ઘટનાઓ અંગે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને જાગૃત કરવા પોલીસ આવા કાર્યક્રમ યોજે તેવી રજુઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ઓનલાઈન FIR જાગૃતિ કાર્યક્રમમાં વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાં સહિત ટાઉન પોલીસ મથકના PI બી. જે. સરવૈયા, GIDC પોલીસ મથકના PI વી. જી. ભરવાડ, ડુંગરા પોલીસ મથકના PI વી. ડી. મોરી સહિત પોલીસ ઇન્સ્પેકટર ઉપસ્થિત રહ્યા હતા તો, નગરજનો તરફથી VIA પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, વિવિધ સંસ્થાના પ્રમુખ, હોદ્દેદારો, વેપારીઓ, કોલેજના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ઓનલાઈન FIR અંગે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *