Friday, October 18News That Matters

આમ આદમી પાર્ટી (AAP)એ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

Gujarat Assembly Election 2022ની હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. તેમ છતાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા 2022ની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની અગાઉ જાહેરાત કરી હતી. તે મુજબ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે,
આમ આદમી પાર્ટીના ઉમેદવાર…..
દિયોદર- ભેમાભાઈ ચૌધરી
સોમનાથ- જગમાલભાઈ વાળા
છોટાઉદેપુર -અર્જુન રાઠવા
બેચરાજી -સાગર રબારી
રાજકોટ ગ્રામ્ય -વશરામ સાગઠીયા 
સુરત, કામરેજ – રામ ધડુક
રાજકોટ દક્ષિણ – શિવલાલ બારસીયા
ગારીયાધાર -સુધીર વાઘાણી
બારડોલી -રાજેન્દ્ર સોલંકી
નરોડા – ઓમપ્રકાશ તિવારી
 AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને હવે ઈમાનદાર પક્ષ મળ્યો છે. તેના કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. ત્યારે હવે આજે અમે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેવામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત છે. પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોને લોકો સારી રીતે ઓળખી શકે તે માટે ઉમેદવારોના નામ વહેલા જાહેર કર્યા છે.
આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, દિલ્હી અને પંજાબમાં જે કામ કરવામાં આવી રહ્યું છે. તેવું જ હવે ગુજરાતમાં પણ કરાશે. જે લોકોએ સમાજ માટે સારા કામ કર્યા છે. તેવા લોકોના નામ અમે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થાય એ પહેલા 182 નામ જાહેર કરી દેવામાં આવશે.
વધુમાં AAP નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ વખતે હું અને ગોપાલ ઈટાલિયા પણ વિધાનસભાની ચૂંટણી લડીશું. ગૃહ રાજ્યપ્રધાન 8 પાસ થઈને પણ ચૂંટણી લડી શકતા હોય તો અમે તો ગ્રેજ્યુએટ છીએ અમે કેમ ન લડી શકીએ. આમ આદમી પાર્ટી ભાજપને હરાવવા સક્ષમ છે.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *