ગુજરાત સહિત સંઘપ્રદેશ દમણમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અરબ સાગરમાં કચ્છના સમુદ્ર તરફથી લૉ પ્રેશર સાથે ચક્રવાત આગળ વધુ રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં 50 થી 65 કિમી ના ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે દમણ સહિત ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. તેમજ માછીમારો ને દરિયા નહીં ખેડવા સૂચના આપી છે.
Government of India, Ministry of Earth Sciences India Meteorological Department, Meteorological Centre , અમદાવાદ દ્વારા આગામી 24 કલાકમાં અરબ સાગરમાં ભારે તોફાન સાથે 50 થી 65 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોએ દરિયો ખેડવો નહિ અને સચેત કરવા 3 નંબરનું સિગ્નલ દરિયા કાંઠે લગાવવાની સૂચના આપી છે.
તમામ બંદરો પર સ્થાનિક ચેતવણી III (LCS – III) સિગ્નલ લગાવવામાં આવ્યું છે…….
હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર ઉપર અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં લૉ પ્રેેેેશર સાથે 7.6 કિમી સુધી વિસ્તરેલું ચક્રવાત આગળ વધુ રહ્યું છે. આગામી 24 કલાક દરમિયાન તે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધીને ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે. આગામી 5 દિવસ 15 જુલાઈ 2022 થી 19 જુલાઈ 2022 સુધી માછીમારોને દરિયો નહિ ખેડવા ચેતવણી આપી છે. તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર સ્થાનિક ચેતવણી III (LCS – III) સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
45 થી 65 કિમી ની ઝડપે ફૂંકાશે પવન………
ગુજરાતના જખૌ, માંડવી કચ્છ, મુન્દ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર સિનોપ્ટીક પરિસ્થિતિ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને દરિયાકાંઠાના વિસ્તારો નીચા દબાણનો વિસ્તાર આવેલો છે. ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર રહેવાની સંભાવના છે. જે દરમ્યાન પવનની ઝડપ અસ્થાયી રૂપે 65 Kmph સુધી પહોંચી શકે છે.
સમુદ્રમાં ઉંચા મોજા ઉછળશે દરિયો તોફાની રહેશે…….
15 જુલાઈ 2022ના રોજ ઉત્તર-દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અને તેની નજીક મોજાઓ સાથે સમુદ્ર ખૂબ ઉબડખાબડ રહશે. 16 જુલાઇ 2022 ના રોજ ઉત્તર-દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર 50-60 kmph થી 65-70 kmph ની ઝડપે પવનની ઝડપે પહોંચતા વાદળછાયું હવામાન રહેશે. 17મી જુલાઈથી 19મી જુલાઈ 2022 સુધી ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે કોઈ ચેતવણી નથી.
દમણ તરફ દરિયામાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા….
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા, દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણ તરફ આગામી 24 કલાક દરમિયાન તે ધીમે ધીમે આગળ વધી અને ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે. 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપથી 65 Kmph સુધી પહોંચી શકે છે.
કચ્છ થી કેરળ તરફ વધી રહ્યું છે ડિપ્રેશન…..
ઉલ્લેખનીય છે કે 15મી જુલાઈથી 16મી જુલાઈ 2022 દરમિયાન મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના દરિયાકાંઠે અને તેની નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હવામાનની સંભાવના છે. 15મી જુલાઈ 2022ના રોજ કેરળના દરિયાકાંઠે અને તેની નજીક અને લક્ષદ્વીપ, માલદીવ્સ વિસ્તારો અને નજીકના દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.