Wednesday, January 15News That Matters

ભારે વરસાદને કારણે સુરત-મુંબઈ નેશનલ હાઇવે પ્રભાવિત, વાહનચાલકોને સફર નહિ કરવા પોલીસની અપીલ

વલસાડ જિલ્લામાં અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો હોય, સુરત-મુંબઈ તરફનો નેશનલ હાઇવે નંબર 48 પ્રભાવિત થયો છે. હાઇવે પર વલસાડથી નવસારી વચ્ચે ઠેરઠેર પાણી ભરાયા છે. જેને કારણે નવસારી કલેકટરે ટ્વીટ કરીને તો વલસાડમાં પારડી પોલીસે માઈકથી જાહેરાત કરીને વાહનચાલકોને આગળનો પ્રવાસ નહિ કરવા અપીલ કરી છે. 
વલસાડ જિલ્લામાં અને નવસારીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદી માહોલમાં વલસાડ નવસારી વચ્ચે સુરત-મુંબઈ નેશનલ હાઇવે પર ઠેરઠેર પાણી ભરાયા છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડે તેવી તેમજ અકસ્માતની ભીતિ જોતા નવસારી કલેકટરે ટ્વીટ કરીને સુરતથી મુંબઈ તરફ જતા કે આવતા વાહનોને આગળનો પ્રવાસ નહિ કરવા અપીલ કરી છે. તેમજ હાઇવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવી હાઇવે પરનો વાહનવ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લામાં પણ વાપી નજીક બગવાડા ટોલ પ્લાઝા ખાતે પારડી પોલીસે તમામ વાહનચાલકોને સંભળાય તે મુજબ માઈક દ્વારા આગળનો પ્રવાસ નહિ કરવા જાહેરાત કરી છે. પોલીસે વાહનચાલકોને અપીલ કરી છે કે હાઇવે પર સુરત તરફ વલસાડ નવસારી વચ્ચે પાણી ભરાયા છે. માટે જે પણ નજીકની હોટેલ હોય ત્યાં રોકાય જવુ. પાણી ઉતર્યા બાદ આગળનો પ્રવાસ કરવો. જો કે નેશનલ હાઇવે 48 વરસાદી પાણીમાં અવરોધાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક વિસ્તારમાં ટ્રાફિક જામ તો ક્યાંક વાહનોની નહિવત અવરજવર યથાવત રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *