વલસાડ જિલ્લામાં બુધવારના સવારના 6 વાગ્યાથી ગુરુવારના સવારના 6 વાગ્યા સુધીમાં સાંબેલાધાર આકાશી પાણી વરસ્યું છે. જિલ્લામાં સાર્વત્રિક 5 ઇંચથી 17 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે તમામ મુખ્ય નદીઓ બે કાંઠે વહેવા સાથે ભયજનક સપાટી પાર કરી ગઈ છે.
વલસાડ જિલ્લામાં ગુરુવારે સવારના 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 377 mm વરસાદ વરસ્યો છે. ધરમપુર તાલુકામાં 340mm વરસાદ વરસ્યો છે. પારડી તાલુકામાં 286mm, વાપી તાલુકામાં 260mm, ઉમરગામ તાલુકામાં 214mm, વલસાડ તાલુકામાં સૌથી ઓછો 123mm વરસાદ વરસ્યો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બુધવારના સવારના 8 વાગ્યાથી ગુરુવાર સવારના 8 વાગ્યા સુધીમાં એવરેજ 314.38mm વરસાદ વરસ્યો છે. જેમાં સેલવાસમાં 342.8mm તો, ખાનવેલમાં 285.8mm વરસાદ વરસ્યો છે. જ્યારે દમણમાં 206mm વરસાદ વરસ્યો છે.
વલસાડના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશ તેમજ મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે મધુબન ડેમ ઉપરાંત ઔરંગા, ભૈરવી, પાર, કોલક નદીમાં પાણીની સપાટી વધી છે. ઔરંગા, ભૈરવી નદીમાં પુરનું પાણી 7.6 મીટર ની ભયજનક સપાટીએ વહેતુ હોય ફરી એકવાર વલસાડના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
કપરાડા તાલુકામાં સૌથી વધુ 2150mm (84.86 ઇંચ) સિઝનનો કુલ વરસાદ…….
મધુબન ડેમમાં પણ સતત પાણીની આવક થતા લેવલ 72.30 મીટર પર પહોંચ્યું છે. ડેમમાં 1,68,223 ક્યુસેક પાણી ની આવક થતી હોય ડેમના તમામ 10 દરવાજા 4 મીટર સુધી ખોલી 1,39,457 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં સીઝનના કુલ વરસાદની વિગતો જોઈએ તો, કપરાડા તાલુકામાં સૌથી વધુ 2150 mm (84.86 ઇંચ) સિઝનનો કુલ વરસાદ નોંધાયો છે. ધરમપુર માં 1879 mm, વાપીમાં 1472 mm, પારડીમાં 1442 mm, વલસાડમાં 1355 mm, ઉમરગામ માં 1244 mm વરસાદ નોંધાયો છે. એજ રીતે દાદરા નગર હવેલીના સેલવાસમાં 1487 mm, ખાનવેલમાં 1286 mm, દમણમાં 1503.6 mm વરસાદ વરસ્યો છે.