Wednesday, January 1News That Matters

વાપીમાં ખાડામાં ફેરવાયેલ રસ્તાઓની મરામત કામગીરી શરૂ, જનઆંદોલન મુલત્વી રહેશે!

વાપીના ભડકમોરાથી ચણોદ ગેટ સુધી અને ચણોદથી કરવડ સુધીના તમામ રસ્તાઓમાં ચોમાસા દરમ્યાન ખાડાઓથી ખરાબ થયેલ હોય તે રસ્તાઓનું સમારકામ કરી તેમજ પેવર બ્લોક લગાડવાનું કામ તાત્કાલીક કરવામાં નહી આવશે તો ખાડામાં વૃક્ષારોપાણ કરી રસ્તા રોકો આંદોલન કરવાની સામાજિક કાર્યકર ભીમરાવ કટકે દ્વારા વલસાડ નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટાવિભાગને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી. જે સંદર્ભે નેશનલ હાઇવે ઓથોરિટી સબ ડિવિઝન વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી છે. અને મરામતનું કામ પ્રગતિ માં હોવાની લેખિત જાણકારી આપી છે.
વલસાડ, સબ ડિવિઝન, નેશનલ હાઇવે ઓથોરિટી ના નાયબ કાર્યપાલક ઇજનેરે આ સંદર્ભે એક લેખિત પત્ર પાઠવતા જણાવ્યું છે કે, સદર રસ્તા પર કરવડ થી વાપી જીઆઇડીસી ચાર રસ્તા પરના ખાડાઓને મેટલપેચ વર્ક તથા જેસીબીથી પુરવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. વધુમાં સદર રસ્તા પર તાત્કાલીક મરામત માટે પેવર બ્લોક લગાડવાની કામગીરી કરવા માટેના નકશા અંદાજો અધિક્ષક ઇજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, વર્તુળ, વડોદરા દ્વારા પત્ર ક્રમાંક નં.એન એચ સી / પીબી / એફ ડી આર 81068 ઓફ 2022, તા : 04/07/2022 ના રોજ સરકારમા સાદર કરવામાં આવેલ છે, જે મંજુર થયેથી પેવર બ્લોક લગાડવાની કામગીરી કરવામાં આવશે.
તેમજ સદર રસ્તાને તંબાડીથી વાપી જીઆઇડીસી ચાર રસ્તા સુધીના સેકશન ને 4 – લેન કરવા માટે ના કામને સરકારમાથી મંજુરી મળેલ છે, જેના ટેન્ડર હાલ ઓનલાઇન છે. જે તા.05/08/2022 ના રોજ ખોલવામાં આવશે. સદર ટેન્ડર મંજુરી થયેથી રસ્તાને 4 – લેન કરવાની કામગીરી કરવામાં આવશે.
નાયબ કાર્યપાલક ઈજનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ વલસાડ દ્વારા આ પત્રની નકલ પ્રાંત અધિકારી પારડી,  જીઆઇડીસી પોલીસ સ્ટેશન, વાપી પોલીસ સ્ટેશન, કાર્યપાલક ઇજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ભરૂચ ને રવાના કરેલ હોય હાલ આવેદનપત્ર આપી આંદોલન ની ચીમકી આપનાર ભીમરાવ કટકે એ પોતાનું આંદોલન મુલતવી રાખ્યું હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *