Friday, January 31News That Matters

વાપી રેલવે અંડરપાસમાં સ્કૂલ બસ ફસાઈ, બસમાં સવાર વિદ્યાર્થીઓને સમયસર બહાર કઢાયા

વાપીમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 40mm વરસાદ વરસતા રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી ભરાયા હતાં. પાણીમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની બસ ફસાઈ હતી. જેમાં શાળાએ જવા નીકળેલા 20 જેટલા વિદ્યાર્થીઓ ને સમયસર બહાર કાઢવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.
વાપીમાં વરસી રહેલા ધોધમાર વરસાદમાં રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી ભરાયા હોવા છતાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની બસના ડ્રાઇવરે પાણીમાંથી બસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બસ પાણીમાં જ ફસાઈ ગઈ હતી. જેને કારણે સ્કૂલમાં શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થીઓને સમય સર બસની બહાર કાઢવાની નોબત આવી હતી. શાળાએ જવા નીકળેલા 20 જેટલા વિદ્યાર્થીઓ ને સમયસર બહાર કાઢવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી
તો, ભારે વરસાદમાં રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી ભરાતા વાપી ચલા ઓવરબ્રિજ પર અને તેને જોડતા ગીતાનગર, ગુંજન, ઈમરાન નગર, આસોપાલવ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વહેલી સવારમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલા વરસાદે વાપીમાં પાણી પાણી કરતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં.સવારથી જ વરસાદ પડી રહ્યો હોય વાપીના રસ્તાઓ, નદી નાળાઓમાં પાણી વહી નીકળ્યા છે. વાપીના જીવાદોરી સમાન રેલવે અંડરપાસમાં વધારે પડતું પાણી ભરાવાથી અવરજવર બંધ કરવામાં આવી છે. જો કે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના ડ્રાઇવરે પાણીમાંથી બસને બહાર કાઢવાનું સાહસ કર્યા બાદ સતર્કતા વાપરી 20 જેટલા બાળકોને સહી સલામત બહાર કાઢી લીધા હતાં.
વાપી ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં બુધવાર સવારના 6 વાગ્યાથી ગુરુવાર સવારના 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ સવા ઇંચથી પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વહેલી સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ભારે પવન સાથે વાપીમાં 40mm વરસાદ વરસ્યો છે. તો, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સવારના 8 વાગ્યે પુરા થતા 24 કલાકમાં 47mm વરસાદ વરસ્યો છે. દમણમાં અનરાધાર 155.4mm વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાં 3986 ક્યુસેક નવા નીર ની આવક થતા ડેમનું રુલ લેવલ 70.75 મીટરે પહોંચ્યું છે. જ્યારે 918 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *