Saturday, December 28News That Matters

વલસાડ રૂરલ પોલીસે “પોલીસ કરૂણા અને ન્યાયનુ પ્રતિક” સુત્ર સાર્થક કર્યું  

કોચવાડા ગામમાં રહેતા રીક્ષા ચાલક ચેતનભાઇ ડાહ્યાભાઇ મ્યાનગરને ચાલુ ડ્રાઇવીંગે લકવાની અસર થતા તેનુ ઘર પરીવારનુ ગુજરાન ચાલતુ ન હોય તેને મદદરૂપ થવા વલસાડ રૂરલ પોલીસે ગુંદલાવ ગ્રેટ વ્હાઇટ કંપનીના સહયોગથી ચા – નાસ્તાની કેબીન બનાવડાવી ભેટ આપી છે. પોલીસે ચેતનભાઇ ડાહ્યાભાઇ મ્યાનગરના ધર્મ પત્નીને ચા – નાસ્તાની કેબીન શરૂ કરાવી રોજીરોટીની વ્યવસ્થા કરી આપતા પરિવારે પોલીસની સારી કામગીરીનો આભાર માની ખુશીની લાગણી વ્યક્ત કરી છે.
અધિક પોલીસ મહાનિર્દેશક ડો. એસ. પી. રાજકુમાર સુરત વિભાગ, તથા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડા તરફથી પોલીસ અને પ્રજા વચ્ચેનુ અંતર દૂર થાય તે હેતુથી જીલ્લાના પો.સ્ટે. વિસ્તારના ગામડાઓને પોલીસ કર્મચારીઓ દ્વારા દત્તક લઇ ગામની મુલાકાત દરમ્યાન ગામના સરપંચ તથા ગામના જાગૃત નાગરીકો તરફથી ગામની સમસ્યા તથા ગામના વ્યક્તિઓની મદદરૂપ થઇ શકાય તેવી માહીતી એકત્ર કરવામાં આવેલ હતી.
જે આધારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ અમીરાજસિંહ જે.રાણા તરફથી કોચવાડા ગામ પો.કો.હિતેશકુમાર પરસોતમભાઇ બ.નં .૩૫૪ ને દત્તક આપવામાં આવેલ હતુ જે ગામમાં રહેતા ચેતનભાઇ ડાહ્યાભાઇ મ્યાનગર અગાઉ રીક્ષા ફેરવી ઘરનુ ગુજરાન ચલાવતા હતા તેને 2018 માં ચાલુ ડ્રાઇવીંગે લકવાની અસર થતા તે ચાલી શકતા ન હોય અને અશક્ત વ્યક્તિ હોય, જેનુ ઘર પરીવારનુ ગુજરાન ચાલતુ નહોતું. તેને મદદરૂપ થવા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ અમીરાજસિંહ જે. રાણા તથા પો.કો.હિતેશકુમાર પરસોતમભાઇ દ્વારા એક ચા – નાસ્તાની કેબીન ગુંદલાવ ખાતે આવેલ ગ્રેટ વ્હાઇટ કંપનીના સહયોગથી બનાવડાવી અને ગામના સરપંચ તરફથી કોચવાડા તળાવ પાસે સડક ફળીયા ખેરગામ જતા રોડ ઉપર મુકાવડાવી ચેતનભાઇ ડાહ્યાભાઇ મ્યાનગરના ધર્મ પત્નીને ચા – નાસ્તાની કેબીન પોલીસના હાથે શરૂ કરાવી રોજીરોટીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. 
આમ , વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા માનવતાની કામગીરી કરી ઉદાહરણરૂપ બની માનનીય વડાપ્રધાનનુ ઉપરોક્ત સુત્ર પોલીસ કરૂણા અને ન્યાયનું પ્રતિક સાકાર કરી મદદ કરવામાં આવેલ છે અને તેજ રીતે કાયમ માટે પ્રજાને મદદરૂપ થઇ શકાય તે રીતેની કામગીરી કરવા વલસાડ રૂરલ પોલીસે નોંધ રાખેલ છે . વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા તમામ નાગરીકોને આ સંદેશ પાઠવી જણાવવામાં આવે છે કે અપંગ, અશક્ત અને જરૂરીયાતમંદ લોકોને આવા સાધનોની જરૂરીયાત હોય તો વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનો ટેલીફોન નંબર – 02632-244298 તથા વુ.એ.એસ.આઇ લતાબેન બીપીનભાઇના મો.નં .8980037860 ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *