21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વાપી-દમણમાં કાર્યરત ક્રિએટિવ ગાર્મેન્ટ્સ કંપની ડાભેલ-દમણ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુંબઈના આનંદ માર્ગ પ્રચારક સંઘના આચાર્ય દ્વારા કંપનીના કર્મચારીઓને યોગની તાલીમ આપી સ્વસ્થ શરીર કઈ રીતે રાખવુ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મુંબઈના આનંદ માર્ગ પ્રચારક સંઘના આચાર્યના માર્ગદર્શન માં દમણ ના ડાભેલ ખાતે કાર્યરત ક્રિએટિવ ગ્રુપની ક્રિએટિવ ગાર્મેન્ટ્સ એકમમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંગે ક્રિએટિવ ગ્રુપના ડાયરેકટર વિશ્વાશું અગ્રવાલે જણાવ્યું હતું કે યોગ એ દરેક માટે જરૂરી છે. કંપની દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કર્મચારીઓ સ્વસ્થ રહે તન મન થી તંદુરસ્ત રહે તેવા ઉદેશથી આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જાણીતી આનંદ માર્ગ સંસ્થાના આચાર્યએ ઉપસ્થિત કર્મચારીઓને યોગની તાલીમ આપી હતી. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લીધો છે.
તો, આનંદ માર્ગ પ્રચારક સંઘ મુંબઈના યોગગુરુ સુદંત્તાનંદ અવધૂત આચાર્ય અને આચાર્ય અવધુતિકાનંદ માધુમલિકાએ જણાવ્યું હતું કે આત્મા અને પરમાત્માનું મિલન એટલે યોગ તેમની સંસ્થા દ્વારા દેશભરમાં શાળા-કોલેજ-યુનિવર્સિટીમાં યોગની તાલીમ આપવામાં આવે છે. આજના ઇન્ટરનેશનલ યોગ ડે નિમિતે તેઓ અહીં કંપનીના કર્મચારીઓને યોગ ની તાલીમ આપવા આવ્યાં છે. યોગથી આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે. પાણીમાં જેમ સાકર ભળે છે તેમ યોગથી આત્મા પરમાત્માનું મિલન થાય છે. જેમાં દરેક વ્યક્તિ યોગના વિવિધ આસનો જેમ કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, સમાધિ જેવા યોગથી શરીરને સ્વસ્થ રાખી શકે છે. માનસિક સ્વસ્થતા કેળવી શકે છે. જે તેના રોજિંદા કામકાજમાં અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે.
યોગ દિવસ નિમિત્તે આયોજિત યોગ તાલીમ કાર્યક્રમમાં કંપનીના ડાયરેકટર ઉપરાંત અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ યોગગુરુ પાસેથી યોગની તાલીમ લઈ યોગ દિવસની ઉજવણી સાથે યોગના વિવિધ આસન શીખ્યા હતાં.