વાપી નજીક આવેલા બલીઠા ફાટકથી દાંડીવાડ તરફ જતા માર્ગનું વિભાગ દ્વારા પેચ વર્ક કરવામાં આવી રહ્યું છે. અને ચોમાસાના પાણીના નિકાલ માટે ગટર લાઈન નિર્માણ કરવામાં આવી છે. જેમાં માર્ગના અમુક અંતરે ગટરના ઢાંકણાઓ ફીટ કરવામાં આવેલા છે આ ગટરના ઢાંકણાથી નાના-મોટા વાહનચાલકો પરેશાન બની ચૂક્યા છે.
કારણ એ છે કે ગટરના ઢાંકણા માર્ગ ઉપર અયોગ્ય રીતે બેસાડવામાં આવેલ છે. ઢાકણની ધાર નાના મોટા વાહન ચાલકો માટે અકસ્માત નોતરી રહી છે અહીંથી પસાર થનારા વાહનચાલકોના વાહનોના ટાયરો ફાટી ગયાના બનાવો બની ગયા છે. ટુ વ્હીલર ચાલકો પણ સ્લીપ થતાં નજરે પડ્યા છે. જવાબદાર વિભાગ દ્વારા આ માર્ગ ઉપર નિરીક્ષણ કરી યોગ્ય રીતે ગટરના ઢાંકણા સરખા કરાવે અને મોટો અકસ્માત થતાં અટકાવે તે ગ્રામજનોની માંગ છે.
આ ઉપરાંત માર્ગ ઉપર બિલ્ડરો દ્વારા માલ સામાન માર્ગની બાજુમાં ખાલી કરતા આવતા હોવાથી નાના-મોટા વાહનચાલકોને અવર-જવરમાં તકલીફ ઊભી ફઈ રહી છે જયારે રાત્રીના સમયે ટુ વ્હીલર ચાલકોને મટરીયલ નજરે ના પડતાં સ્લીપ થઈ રહ્યા છે આ સમસ્યા ઉપર બલીઠા ગામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચ તંત્ર સમક્ષ રજુઆત કરી બિલ્ડરો-કોન્ટ્રાકટર સામે કાયદાકીય પગલાં ભરે તેવી ગ્રામજનોની માંગ છે.