Friday, October 18News That Matters

વાપીમાં યોજાશે દેશ વિદેશના 400 સર્જન્સની ઉપસ્થિતિમાં 2 દિવસ લાઈવ સર્જરી સાથે ગ્લોબલ સર્જન્સ સમીટ

વાપીમાં 10 અને 11 જૂન બે દિવસ માટે વાપી સર્જન્સ એસોસિએશન અને એસોસિએશન ઓફ મિનિમલ એકસેસ સર્જન્સ ઓફ ઇન્ડિયા (AMASI) દ્વારા મેરિલ ઇન્ડો-સર્જરી ના સહયોગમાં ગ્લોબલ સર્જન્સ સમીટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશના 400 સર્જન્સ ની ઉપસ્થિતિમાં હર્નિયા, બેરિયાટ્રિક, કોલો-રેકટલ સર્જરીની લાઈવ સર્જરી સાથે નિષ્ણાંત તબીબો અન્ય તબીબોને ન્યુઅર ટ્રિક્સ અને ટ્રિક્સ શીખવાડશે
 
આ 2 દિવસીય ગ્લોબલ સર્જન્સ સમીટ 2022 અંગે વાપીમાં મેરિલ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી સર્જન્સ એસોસિએશન ના પ્રમુખ ડૉ. તુષાર દીક્ષિત, ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડૉ. રાજેશ શ્રીવાસ્તવ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. ઇલેશ શાહ, Franchise Director, Meril Endosurgeryના ચિંતન ગજ્જર સહિતના તબીબોએ જણાવ્યું હતું કે, “વાપી સર્જન્સ એસોસિયેશન” એ વાપીમાં આંતરરાષ્ટ્રીય પરિષદ હાથ ધરવા જઈ રહ્યું છે. જેમાં વાપીના બલિઠા ખાતે આવેલ વાઇબ્રન્ટ હોસ્પિટલમાં 10 અને 11 જૂન એમ 2 દિવસ 3 ઓપરેશન થિએટરમાં દેશના નિષ્ણાત સર્જન્સ દ્વારા 15 જેટલી સર્જરી કરવામાં આવશે અને કોન્ફરન્સ સ્થળ મેરિલ એકેડેમી ખાતે દેશ વિદેશના 400 સર્જન્સ તમામ સર્જરીને લાઈવ નિહાળશે.
આ ગ્લોબલ સર્જન્સ સમીટમાં વિશ્વભરના 400 થી વધુ સર્જનો હાજરી આપવાના છે. જેમાં 120 જેટલા આંતરરાષ્ટ્રીય સર્જનો પણ ઉપસ્થિત રહેવાના છે. જેઓ યુરોપ, અમેરિકા, જર્મની, ફ્રાન્સમાં ભારતની સરખામણીએ કેટલી એડવાન્સ ટેકનોલોજી થકી હર્નિયા, બેરિયાટ્રિક, કોલો-રેકટલની સર્જરી કરે છે તેની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડશે. આ લાઈવ સર્જરી માટે અદ્યતન ઓડીઓ- વિઝ્યુઅલ ટેક્નિક નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે લાઈવ સર્જરી માટે તૈયાર થનાર 15 જેટલા દર્દીઓમાં બેરિયાટ્રિક સર્જરી સિવાય તમામ સર્જરી નિઃશુલ્ક કરી દર્દીઓને રોગમુક્ત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વાપીમાં આયોજિત બે દિવસીય ગ્લોબલ સર્જન્સ સમીટ 2022માં વાપીના જાણીતા તબીબો ઉપરાંત દક્ષિણ ગુજરાત સર્જન્સ એસોસિએશન ના સભ્યો, બરોડા, અમદાવાદ, મુંબઇ, બેંગલુરુ, મણિપુર જેવા શહેરોના નામાંકિત સર્જનો ખાસ ઉપસ્થિત રહેશે જેઓ અન્ય સર્જન્સ સમક્ષ હર્નિયા, બેરિયાટ્રિક, કોલો-રેકટલ સર્જરી અંગે વર્ષોજુની પદ્ધતિ અને હાલની અદ્યતન પદ્ધતિ અંગે ની સમજણ તેમજ સમયનો બચાવ કરી દર્દીને કઈ રીતે નવજીવન આપી શકાય તે અંગે પોતાના પ્રતિભાવો રજૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *