વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાપી GIDC વિસ્તારમાં ઔદ્યોગિક એકમોના ઉદ્યોગકારો ના સહકારમાં ગ્રીન સ્પેસમાં અને એકમોમાં હર્બલ ગાર્ડન તૈયાર કરી વિવિધ વૃક્ષો-છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હુબર ગ્રુપ દ્વારા કંપની પરિસરના ગ્રીન સ્પેસમાં અત્યાર સુધીમાં 15000 વૃક્ષો વાવીને ઉછેર કરવામાં આવી રહ્યો છે તેની સાથે આવનાર એક વર્ષ સુધીમાં 2000 જેટલા વૃક્ષો વાવી તેનું જતન કરવાની નેમ સેવી હતી.
કાર્યક્રમમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન તેમજ નોટિફાઇડ દ્વારા હર્બલ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ગાર્ડનમાં દવામાં વપરાતા વૃક્ષોનું એક ગાર્ડન બનાવવામાં આવ્યું છે જેમાં 57 જેટલા ઔષધીય છોડ-વૃક્ષોનું પોકેટ ગાર્ડન બનાવી આ છોડ, વૃક્ષો કઈ રીતે આરોગ્યમાં ઉપયોગી છે તેની માહિતી સાથેના બેનર લગાડી માહિતી પૂરી પાડવાન પ્રયત્નો કરવામાં આવ્યા છે.

કંપની દ્વારા જણાવ્યા મુજબ આવનારી પેઢીને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેમજ કંપની માં કોઈપણ જગ્યા ખાલી દેખાય ત્યાં વૃક્ષ વાવવું અને તેનું જતન કરવું સાથે કંપનીમાં ચાલતા કેમિકલ પ્રોસેસ માં પર્યાવરણને નુકસાન ન થાય તેની તકેદારી પણ રાખવામાં આવે છે. કંપની દ્વારા આવા કાર્યક્રમ આખું વરસ ચલાવવામાં આવશે અને લોકોને પણ મેસેજ આપે છે કે આવનાર દિવસોમાં જો અત્યારથી પર્યાવરણની કાળજી લેવામાં નહિ આવે તો વધુ કઠિન દિવસ આવી શકે છે જેથી દરેક નાગરિક વૃક્ષ વાવે અને તેની માવજત કરે તે સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો.

પોકેટ ગાર્ડનમાં વાવેલા વિવિધ ઔષધીય છોડના નામ…….
રામ તુલસી, સીતા તુલસી, શ્યામ તુલસી, કપુર તુલસી, પીપરમીટ, અજમાપાન, દંતી, ફુદીનો, આજુલી, બ્રાહ્મી, અરડૂસી, કરિયાતું, કુંવારપાઠું, પાનકૂટી, સારીવા, ગળો, મધુનાગીની, શતાવરી, હડસાંકળ, અપારજીતા, ચણોઠી, લીંડીપીપર, મરી, લીલી ચા, કઢી લીમડી, નગોડ, અશ્વગંધા
પુર્નેનાવા સાટોડી, સોનામુખી, કાસૂંનદ્રી, શાલપર્ણી, ગળી, મામેજો, ઉભુ ગોખરૂ, નાગફેણીયા, પારીજાત, બીલી, હરડે, બહેડા, આમળા, લીમડો, ચોર આમલી, શીવલિંગી, સીસમ, ક્ડાયો, પુંજીજીવા, સીતા અશોક, સરગવો, ટેટૂ, કોદાળી, ડલવો, સવન, કરંજ, મહુડો, નોની, જીવંત વાડના છીંડ વગેરે ઔષધીય છોડ અને વૃક્ષોનો સમાવેશ થાય છે